________________
આવે છે. લાખો રૂપિયા મળે, ખરચનારાય મળે, ભવ્ય કે અદ્યતન મકાનો પણ બાંધી શકાય અને સોનેરી તકતીઓ પણ લાગી શકે, પણ ઇતિહાસ અને સાધના એ બંનેના સર્વનાશ થશે તેનું શું? ઊર્જાપ્રેરક સ્પંદનો એ બધામાં ક્યાં સાંપડવાનાં? પોતાના જ પરમપુરુષનાં પ્રભાવશાળી આંદોલનોને ક્ષણ કરવાની આ ઉતાવળ શું આપણને કોઈ જ હાનિ નહિ કરે?
બગદાણામાં બજરંગદાસ બાપુની ૫૦ મણ ચાંદીની પ્રતિમા બની ને ૫૦ કરોડનું મંદિર પણ બન્યું. રોજના ૧૫-૨૦ હજાર અને પૂનમે ૨-૫ લાખ ભક્તો ત્યાં આવે છે. કરોડોનું અનામી દાન પ્રવાહબદ્ધ આવે છે. અને છતાં ત્યાં તે સંતપુરુષે જીવનભર જ્યાં સાધના કરી તે ઝૂંપડી કે ઓરડીને એ જ મૂળ-પૂરાણા સ્વરૂપમાં સાચવી રાખેલ છે. એ ઓરડી જ ભક્તો માટે તીર્થભૂમિ ગણાય છે. સાધકની સાધનાની ઊર્જાનું મૂલ્ય કેવું હોય તે આ ઉપરથી સમજી શકાય.
પરંતુ પોતાના અહંની, સ્વાર્થની તથા નામનાની જ પડી હોય છે ત્યારે વિપરીત બુદ્ધિ જ સૂઝતી હોય છે અને તેવે વખતે શાણા માણસે મૌન રહેવા સિવાય અને સૌને સન્મતિ મળો તેવી પ્રાર્થના સિવાય બીજું કાંઈ કરવા જેવું રહેતું નથી.
શાસનસમ્રાટનાં ચરણપગલાંની જીવંતતાનો અનુભવ આ વખતે પણ મળ્યો છે. દર વખતની જેમ. આવો અનુભવ તમને પણ મળજો!
(વૈશાખ-૨૦૬૩)