________________
અને કરાવતા.
તેમણે વારે વારે અને વાતે વાતે શાસ્ત્રોની દુહાઈ દેવી નહોતી પડતી. તેમનું જીવન અને જીવનની પ્રત્યેક પળ તથા કૃતિ, શાસ્ત્રની મર્યાદાનુસાર જ વર્તતી, વહેતી. જે લોકો પોતે પસંદ કરેલી બાબતો સિવાય બધું શાસ્ત્રથી વિપરીતપણે કરતાં હોય તેમણે જ શાસ્ત્રની દુહાઈ દેવી પડે છે. આ મહાપુરુષે જીવનની એક એક ક્ષણ શાસ્ત્ર અને સંયમની મર્યાદાને આધીન રહીને ગુજારી હતી, એટલે તેમના માટે આવા વિકલ્પને લેશ પણ અવકાશ નહોતો.
આવા આ મહાપુરુષ વીસમી સદીના જિનશાસનના મહાન જ્યોતિર્ધર હતા. સંવેગી સાધુ પરંપરામાં પાછલાં બસો – અઢીસો વર્ષોમાં યોગોદ્રહનાદિ પ્રક્રિયાપૂર્વક અને શાસ્ત્રોક્ત વિધિપૂર્વક સુવિદિત એવા આચાર્ય કોઈ નહોતા થયા. આ મહાપુરુષ આપણા યુગના આવા સુવિહિત અને સંવેગી એવા સર્વપ્રથમ આચાર્ય થયા.
એમની આચાર્યપદવી વિ.સં. ૧૯૬૪ ના જેઠ શુદિ પાંચમે ભાવનગર મુકામે થઈ હતી. તે ધન્ય અને ઐતિહાસિક અવસરને આ વર્ષે ૧૦૦ વર્ષ પૂરાં થાય છે. કોઈ કવિએ ગાયું છે તેમ – શત વર્ષે સો વાર સમરીએ, તમ - ચરણે નિત વંદન કરીએ.” વંદન હો આ મહાપુરુષના ચરણકમલોમાં.
(કાર્તિક-૨૦૧૪)
શાસન સમ્રાટ