Book Title: Dharm Tattva Chintan Part 01
Author(s): Sheelchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 306
________________ ગોંડલના સંઘને ઓછું આવી ગયું. પણ સત્તા આગળ શાણપણ ન ચાલે. ઘણી મથામણને અંતે મહાજને રાજરાણીની મુલાકાત લીધી, અને રાણાજીની હઠ અને સંઘની લાચારી વિષે ફરિયાદ કરી. રાણીશ્રીએ એ વાત સ્વીકારી, યોગ્ય થશે” એમ કહી, મહાજનને વિદાય કર્યું. પોતે રાજમહાલયમાં જણાવી દીધું કે જયાં સુધી આ સંઘ ગોંડલમાં નહિ આવે ત્યાં સુધી મારે અન્નજળનો ત્યાગ છે, રાણાજીને કહી દેજો.” - ભોજન સમયે રાણાને જાણ થઈ. તેમણે રાણીને મનાવ્યાં પણ તે ટસના મસ ના જ થયાં. ઊલટું, આવા સંઘના તથા મહારાજ સાહેબના પગલાંથી રાજ્ય કેટલું પવિત્ર અને ધન્ય બને તે વાત સમજાવી. પરિણામે રાણાશ્રી જાતે સંઘને વિનંતિ કરવા ગયા. મહાપ્રયાસે બે - ત્રણ મુકામ આગળ વધી ગયેલા સંઘને પાછો ગોંડલ તરફ વાળ્યો. બધો વધારાનાં મુકામોનો ખર્ચ રાજ્ય ભોગવશે તેવો નિશ્ચય જાહેર કર્યો; અને સંઘ ગોંડલ આવ્યો ત્યારે તેનું (લાલ જાજમ) Red Carpet થી સ્વાગત ક્યું. આ હતો સૂરિસમ્રાટનો પુણ્યપ્રભાવ ! વલભીપુરના ઠાકોરસાહેબે વલભીપુરનું રાજ મહારાજજીના ચરણોમાં ન્યોચ્છાવર કર્યું હતું. જેસલમેરના રાણાએ મહારાજજીને પાલખી અને છડીદારનું - બહુમાન આપેલું. જૈન સાધુજીવનની મર્યાદા અનુસાર મહારાજજીએ તેનો અસ્વીકાર કરેલો. સૌરાષ્ટ્રના સાગરકાંઠે મહિનાઓ વિચરીને હજારો માછીમારોની જાળ મૂકાવી હતી આ મહાપુરુષે. એ માછીમારોએ માછીમારીનો તથા પશુવધનો ત્યાગ કર્યો હતો, અને તેમની હજારો જાળોને અગ્નિશરણ કરી હતી, જગદ્ગુરુ હીર-સેનદેવસૂરિદાદા પછી જીવદયાનું આ એક માત્ર ઐતિહાસિક ઉદાહરણ છે. તેમણે પણ સંઘો કઢાવેલા. પ્રતિષ્ઠા તથા અંજન-વિધાનો કરેલાં. ઉત્સવ, ઉપધાન, ઉજમણાં, ઓળીઓ કરાવેલી. પરંતુ સંયમજીવનની મર્યાદાને અનુરૂપ જ બધું થતું. શિલાલેખો તથા ઇતિહાસ સર્જવાની કે રેકોર્ડ બ્રેક કરવાની છીછરી વૃત્તિથી કશું જ ન થતું. આણંદજી કલ્યાણજી પેઢીના માર્ગદર્શક આ મહાપુરુષ હતા. પેઢીના બંધારણની પુનઃરચના તેઓની દોરવણી હેઠળ થઈ. સાધુથી વહીવટમાં માથુ ના મરાય એ તથ્ય સ્વીકારવા છતાં, “વહી” સંભાળતો શ્રાવકગણ જયાં “વટ' મૂકે ત્યાં શાસન - શાસ્ત્ર-સંઘ-સિદ્ધાંતનો “વટ” કેમ જાળવવોતે આ મહાપુરુષ શીખવતા-સમજાવતા , - ર૮૭

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310