________________
૪
૨
મહુવા એ અમારા માટે તીર્થભૂમિ છે : ગુરુતીર્થ. આ ક્ષેત્રમાં જ પરમગુરુ શ્રીશાસન સમ્રાટનો જન્મ પણ થયેલો, અને સ્વર્ગવાસ પણ. જન્મની જગ્યા તથા કાળધર્મની ભૂમિ, બન્ને વચ્ચે માંડ ૫૦-૬૦ પગલાંનું અંતર હશે. જન્મના સ્થાને શ્રીનેમિનાથજીનું બે મજલાનું શિખરબદ્ધ દેરાસર છે. તો કાળધર્મના સ્થાને, ગુરુમંદિરનો અથવા વિજયનેમિસૂરિજ્ઞાનશાળાનો ઉપાશ્રય છે, અને તે સ્થાન પર ગુરુપાદુકાની દેરી છે.
હમણાં જ એક પરમ મિત્રે આ સમાધિસ્થાન જોયું, ત્યાં ઊભા રહ્યા અને તેમને જે સ્પંદનો અનુભવ્યાં તેનું વર્ણન કરતાં થોડીક ગાંઠે બાંધવા જેવી વાત કરી. તેમણે કહ્યું કે....
‘ઉત્તમ પુરુષો જન્મે ત્યારે એક પુણ્યશાળી વ્યકિત તરીકે જન્મે છે. પરંતુ તેઓ નિર્વાણ (કાળધર્મ) પામે છે ત્યારે એક સાધક તરીકે, એક સિદ્ધપુરુષ તરીકે નિર્વાણ પામતા હોય છે. તેમની નિર્વાણ-ભૂમિ તે તેમની સાધના દ્વારા ચાર્જડઆંદોલિત તથા પ્રભાવિત કે વ્યાપ્ત થતી હોય છે. એ ઊર્જાનાં આંદોલનો ત્યાં ઘણા લાંબા વખત સુધી સતત કાર્યરત વર્તતાં રહે છે. એટલે તે સ્થાનમાં કોઈ ફે૨ફા૨ ન કરવો જોઈએ. એટલું જ નહિ, પણ ત્યાં એક દેવાલયની જેમ શુદ્ધતા અને પવિત્રતા જાળવવી જોઈએ. ગમે તે વ્યક્તિ, ગમે તેવી અપવિત્ર અવસ્થામાં ત્યાં જઈ ન શકે, સ્પર્શ કરી ન શકે, તેની છાયા પણ પડે નહિ, તે રીતે ત્યાં ગોઠવણ થવી જોઈએ. નહિ તો ઊર્જા નષ્ટ થઈ જઈ શકે.'
તેમણે એમ પણ જણાવ્યું કે, ‘આવા મહાપુરુષોની આવી ભૂમિ પર તેમની શિષ્યસંતતિએ બેસીને તપ-જપ વગેરે અનુષ્ઠાનો કરવાં જોઈએ, તો તેમને એ ઊર્જાની અનુભૂતિ તથા પ્રસાદી અવશ્ય સાંપડે.’
અમે ગુરુભગવંતને સ્મરણાંજલિ અર્પવાનો ઉપક્રમ રચી રહ્યા હતા, તેવા સમયે જ એક સાધક મિત્રની આવી વાતો સાંભળતાં હૈયું અહોભાવથી છલકાઈ ગયું, અને ઘેરો રોમાંચ અનુભવાયો.અમારા જ કેટલાક લોકો, પરમગુરુનાં આંદોલનો તથા ઊર્જા-કણોથી વ્યાપ્ત અને પાવન એવા તે ઉપાશ્રયને નષ્ટ કરીને તેના સ્થાને અદ્યતન પદ્ધતિનો નવો ઉપાશ્રય બનાવવાનો આગ્રહ સેવી રહ્યા છે, અને તે માટેના કહેવા જનારાને ‘વિરોધી’ કે ‘પારકા’નું બિરૂદ આપવા સુધી તત્પર થયા છે ત્યારે, તેઓને આ વાતો અર્પણ કરવાનું મન અવશ્ય થઈ
શાસન સમ્રાટ