Book Title: Dharm Tattva Chintan Part 01
Author(s): Sheelchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 289
________________ છીએ. તે સાધનાનો આરંભ ક્ષમાપનાથી થાય છે. ક્ષમા કરવી એટલે દ્વેષથી બચવું. ક્ષમા માગવી એટલે દ્વેષનો છેદ ઉડાડવો. નાનકડી લાગતી ક્રિયાનો પણ અર્થ કેટલો ઊંડો છે! આપણે આ સાધનાનો પ્રેમભર્યો શુભારંભ કરવાનો જ છે. અપરાધ કરનારો મહાન નથી હોતો. ક્ષમા કરનારો જ મહાન હોય અને ગણાય. આપણે ક્ષમા ન કરીને અપરાધીને મહાન શા માટે બનવા દઈએ? ક્ષમાનો મંત્ર છે મિચ્છા મિ દુક્કડ. “હવેથી હું ખોટું નહિ કરું, મેં કર્યું કે છે તે ખોટું છે - તેનો હું એકરાર અને સ્વીકાર કરું છું, મેં કરેલ “ખોટું મિથ્યા હજો.” આ છે તે મહામંત્રનો અર્થ. આપણે બધા આ અર્થમાં પરસ્પરને કહીએ: મિચ્છા મિ દુક્કડં.... (ભાદરવો-૨૦૬૦) પર્યુષણ

Loading...

Page Navigation
1 ... 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310