________________
છીએ. તે સાધનાનો આરંભ ક્ષમાપનાથી થાય છે. ક્ષમા કરવી એટલે દ્વેષથી બચવું. ક્ષમા માગવી એટલે દ્વેષનો છેદ ઉડાડવો. નાનકડી લાગતી ક્રિયાનો પણ અર્થ કેટલો ઊંડો છે! આપણે આ સાધનાનો પ્રેમભર્યો શુભારંભ કરવાનો જ છે.
અપરાધ કરનારો મહાન નથી હોતો. ક્ષમા કરનારો જ મહાન હોય અને ગણાય. આપણે ક્ષમા ન કરીને અપરાધીને મહાન શા માટે બનવા દઈએ?
ક્ષમાનો મંત્ર છે મિચ્છા મિ દુક્કડ. “હવેથી હું ખોટું નહિ કરું, મેં કર્યું કે છે તે ખોટું છે - તેનો હું એકરાર અને સ્વીકાર કરું છું, મેં કરેલ “ખોટું મિથ્યા હજો.” આ છે તે મહામંત્રનો અર્થ. આપણે બધા આ અર્થમાં પરસ્પરને કહીએ:
મિચ્છા મિ દુક્કડં....
(ભાદરવો-૨૦૬૦)
પર્યુષણ