Book Title: Dharm Tattva Chintan Part 01
Author(s): Sheelchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 281
________________ ચાતુર્માસના રૂડા દિવસો ચાલી રહ્યા છે. સર્વત્ર ઓછા-વધતા પ્રમાણમાં તપ, જપ, અનુષ્ઠાન, શ્રવણ, ઉત્સવ અને વિધવિધ ધર્મકરણીઓ પ્રવર્તી રહી છે. ગુરુવર્યોની પ્રેરણા અને માર્ગદર્શન એ બધામાં અનેરું બળ આપી રહ્યું છે. આ બધું એટલું બધું મજાનું અને આનંદદાયક છે કે ભવ્ય જનોની શ્રદ્ધા અને ભક્તિ પ્રત્યે આદર જાગ્યા વિના નથી રહેતો. ખરેખર તો ગુરુઓના અને આગેવાનોના અર્ધા વેણે તન-મન-ધનને ધર્મકરણીના માર્ગે ન્યોચ્છાવર કરી દેનારા આ ભાવિકો થકી જ આ શાસન ઉજ્જવલ છે. પરંતુ આમ છતાં, મારા જેવાના મનમાં એક સવાલ સતત ઉઠતો અને પજવતો રહે કે આટલી સુંદર પ્રેરણા તેમજ આટલી ઉત્તમ આરાધના છતાં આપણે સાવ નબળા (નમાલા જેવા), ઝાંખા અને ડરપોક કેમ છીએ? આપણે ત્યાં અરસપરસ હોંસાતાંસી અને મારા-તારાના ભેદભાવો આટલીબધી હદે કેમ વકરે છે - વકર્યા છે ? અહંકાર, અન્ય કરતાં આગળ વધવાની નહિ પણ આપણા કરતાં અન્ય આગળ ના વધી જાય તેવી મનોવૃત્તિ, પ્રત્યક્ષમાં વાહવાહ કરીને ગુણાનુરાગીની છાપ પાડવી અને પરોક્ષમાં નિંદા અને બૂરાઈઓ દ્વારા સામાને “ખરાબ” કરવાની પદ્ધતિ, ક્ષુદ્રતાના અનેક અનેક જુગુપ્સાજનક સ્વરૂપોનું પ્રદર્શન - આ બધી બાબતો આપણા ત્યાં કેમ સાર્વત્રિક/વ્યાપક બની બેઠી છે? આનો સ્પષ્ટ અથવા ચોક્કસ જવાબ મળવો શક્ય નથી. તો પણ એક વાત સૂઝે છે કે આપણે “વિવેક' ચૂક્યા છીએ તેનું જ આ કમઠાણ છે. વિવેકની શતશત ધારાઓ વહે અને આપણું ચિત્ત શુદ્ધ, પવિત્ર, ઉદાર અને વિશાળ બને - એ જાણે કે ભૂતકાળની વાત થઈ ગઈ. અવિવેક અને અતિરેક - બે આપણા ઉપર ચઢી બેઠા તેવું જણાય. નિશ્રા, આજ્ઞા, પ્રણાલિકા, પરંપરા, રૂઢિ, મર્યાદાઆ બધાં મૂલ્યો જાણે કે નામશેષ થઈ ગયાં! જેના મનમાં, જે વિષય અંગે, જે વખતે, જે વાત કે વિચાર આવે છે, તે વિષયને લઈને પોતાનો ચોકો ઊભો કરી દે. તેને થોડાક ભગતો, સેવકો મળી જ રહે. જેમના અહિં કોઈ ને કોઈ વાતે ઘવાયા હોય, તેવાઓ મૂળ પેઢીને છોડીને આવા ચોકામાં ભળે અને પછી એ ચોકો એવો વધે - જામે કે જતે દહાડે આપણે પણ તેને માન-વજન-આદર આપવાનો વારો આવે. તે વખતે દૂર રહો તો નાતબહાર ગણાવ. સત્ત્વ જાળવવાનું અને પ્રણાલિકા તથા મર્યાદાને જાળવવાનું બહુ કઠિન થઈ પડે. ઝાઝા લોકો, ખાસ કરીને પૈસાદારો કે પ્રતિષ્ઠિત ગણાતા લોકો,જેને મહત્ત્વ આપે તેને આપણે પર્યુષણ.

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310