________________
પ્રમાણમાં ઉત્પન્ન થાય. અને તેવા માર્ગો પર ચાલવાથી ત્રસ-સ્થાવર અસંખ્ય અસંખ્ય જીવજંતુઓની ઘોર વિરાધના થયા વિના ન રહે. આ જાતઅનુભવની વાત છે કે વરસાદ પડ્યા પછી વિરાધનાની શક્યતા ખૂબ વધી જાય. આ ઘોર હિંસાથી બચવા માટે અમારા મહાન પૂર્વપુરુષોએ નિયમ કર્યો કે, આર્વા બેસે તે દિવસ સુધીમાં નિયત ક્ષેત્રમાં પહોંચી જવું, હા, પ્રવેશ તો ઉપાશ્રયમાં ગમે ત્યારે શુભ મુહૂર્ત કરી શકાય, પણ ગામમાં કે બે પાંચ માઈલ આસપાસમાં પહોંચી તો જવું જ રહે. કેટલાક અન્ન લોકોને હવે પ્રશ્ન થતો હોય છે કે આર્કા પહેલાં પ્રવેશ કરી લેવો પડે. પછી કેમ થાય? સાધુધર્મની મર્યાદાથી અજાણ જીવો આવો સવાલ કરે એમાં એમની અજ્ઞાનતાનો અને સાધુથી દૂર રહેવાની તેમની ટેવનો જ દોષ ગણાય. બાકી પ્રવેશ તો ગુરુભગવંતાદિએ ફરમાવેલા મુહૂર્ત અષાઢી ૧૪ પહેલાં ગમે ત્યારે કરી શકાય. વિહાર આÁ પૂર્વે આટોપી લેવો જોઈએ.
કેવી અદ્ભુત, દયામય અને આરાધનાસ્વરૂપ છે આ બધી મર્યાદાઓ ! આના પાલનમાં દયાવૃત્તિ વિકસે, આચારપાલન થાય, ત્યાગની પરિણતિ વધે, આજ્ઞાનું પાલન થાય, અને આ બધાં દ્વારા સંયમની રક્ષા પણ થાય. આવી શ્રેષ્ઠ મર્યાદા આપનારા પૂજ્ય પુરુષોનો ઉપકાર માનીએ એટલો ઓછો.
શ્રાવકો કે ગૃહસ્થો પણ, ૨૧મી જૂનથી કેરીના ત્યાગની મર્યાદા પાળે તો તેમના જીવનમાં પણ ત્યાગભાવનાનો અવશ્ય વિકાસ થાય, અને આહારસંજ્ઞા તથા સ્વાદવૃત્તિનો વિજય પણ થાય. ત્યાગ અચૂક કરજો. લાભ જ લાભ છે.
અષાઢી ૧૪થી ચોમાસાનો મંગલ પ્રારંભ થશે. આ વખતે તો પાંચ મહિનાનું ચોમાસું છે. આરાધક આત્માઓને આરાધના કરવાની મજા પડી જવાની છે. હમણાં અનેક લોકો પાસેથી સાંભળવા મળ્યા કરે છે કે, આવનારો સમય બે વર્ષનો બહુ જ વિષમ અને અશુભ છે. કેવી ઉથલપાથલ ક્યાં થશે તે અકથ્ય છે. માટે જેણે બચવું હોય તેણે પ્રભુભકિતનું તે ધર્મઆરાધનાનું બળ વધારવાનું છે. એ બળ હશે તો અહીં પણ ઉગરાશે અને પરલોક પણ સુધરશે. એ બળ નહિ હોય તો બન્ને વાનાં બગડ્યાં વિના નહિ રહે. તો આ વાત બધા ખાસ ધ્યાનમાં લેજો, અને આરાધનામાં તેમ જ ભકિતમાં ખૂબ જીવ પરોવજો. ધર્મ આરાધે તેની રક્ષા ધર્મ અવશ્ય કરે છે તે સત્ય બરાબર નજર સમક્ષ રાખજો.
(અષાઢ-૨૦૬૦)
ધાનિક
?
'