________________
૧૧
હવે ચાર માસ સ્થિરતાપૂર્વક ધર્મધ્યાન અને સ્વાધ્યાયના હશે. તમે બધા પણ તમારા ત્યાં પધારેલા પૂ. સાધુ - સાધ્વી મહારાજના સાંનિધ્યમાં રૂડી રીતે ધર્મઆરાધના કરજો તેવી ભલામણ છે.તેમાં પણ સ્વાધ્યાય તો અવશ્ય કરવાનું રાખજો.
સ્વાધ્યાય એ ધર્મઆરાધનાનું ચાલક પરિબળ છે. તેનાથી થતા લાભો અનેક છે. સ્વાધ્યાય મનને એકાગ્ર બનાવે છે, મન આડું અવળું ભટકતું અટકે છે. સ્વાધ્યાયથી આપણા સમયનો સદ્વ્યય થાય છે, વેડફાતો અટકે છે; અર્થાત્ તેટલો સમય આપણું મન, બીજાં કર્મબંધનનાં કારણોથી બચી જાય છે. સ્વાધ્યાય વડે કર્મનો ક્ષયોપશમ થાય છે, જેને કારણે આપણને ખ્યાલ પણ ન આવે તે રીતે આપણું અજ્ઞાન ઓછું થતું જાય છે, અને આપણી યાદશક્તિ વિકસિત થતી જાય છે. સ્વાધ્યાય સતત કરવાના પરિણામે આપણી તાત્ત્વિક રુચિ અને જિજ્ઞાસા સતેજ બને છે, અને અનુપ્રેક્ષા કે ચિંતનની શક્તિ ખીલતી જાય છે. જેને લીધે વિષમ વાતાવરણમાં પણ પ્રસન્નતા તથા શાંતિ જાળવવાનું શીખી જવાય છે. સ્વાધ્યાયની નિયમિત ટેવ આપણને આર્તધ્યાનથી તથા ક્લેશ - કંકાસથી બચાવનાર પ્રક્રિયા
સ્વાધ્યાયથી થતા આ અને આવા અનેક ફાયદા જેના ધ્યાનમાં આવે, તે મનુષ્ય હવેથી અચૂક સ્વાધ્યાયની ટેવ પાડે. આ માટે એક રીત આવી પણ હોઈ શકે : દિવસ દરમિયાન, બીજાઓની પંચાત કે ટીકા-નિંદા કરવામાં – જોવા સાંભળવા - બોલવામાં કુલ કેટલો વખત આપણો જતો હોય, તેટલો જ સમય આપણે સ્વાધ્યાય માટે અવશ્ય ફાળવવો. આવો નિયમ થાય તો સ્વાધ્યાય નિયમિત થતો થઈ જાય. અને ઘણે ભાગે પછી, પારકી ચોવટમાં વેડફાતો સમય પણ, આપોઆપ ઘટી જાય.
સ્વાધ્યાય અનેક રીતે થઈ શકે. (૧) રોજ એક કે વધુ નવી ગાથા થઈ શકે. (૨) જૂનું ભણેલું હોય તેનું પુનરાવર્તન કરી શકાય. (૩) કાચાં સૂત્રો વગેરેને પાકાં કરી શકાય. (૪) અશુદ્ધ ઉચ્ચારો તેમજ ભૂલો હોય તે સુધારી શકાય. (૫) અર્થનો અભ્યાસ પણ, વાંચન પણ કરી શકાય. (૬) સ્તુતિ-સ્તવન-સઝાય તથા તેના અર્થ પણ ભણી શકાય. (૭) ઉપદેશાત્મક ધાર્મિક ગ્રંથ તથા કથાનક આદિનું વાંચન પણ કરી શકાય. (૮) વાચનારૂપે ધર્મગ્રંથોનું શ્રવણ કરી શકાય. (૯) પરિવારજનો તથા
ચાતુર્માસ