________________
શાંતિથી પૂજા-ભક્તિ કરવી હોય તો ચોમાસામાં જવું. કોઈ જ ના હોય, શાંતિ હોય, અને આપણને બધો જ લાભ મળે. અજ્ઞાની, અવિવેકી, વિરાધનાનાં માઠાં ફળોથી અજાણ જીવોને જોવાની ઇચ્છા હોય તો આવા લોકોને મળી લેવું જોઈએ.
યાત્રા એ ધર્મકાર્ય અને ધર્મ જરૂર છે, પરંતુ “વિરાધનાથી બચવાની જિનઆજ્ઞાનું ઉલ્લંઘન કરીને જો યાત્રા-ધર્મ થતો હોય, તો તે “અધર્મ જ બની રહે છે, એ વાત ભૂલવા જેવી નથી.
વિહાર, યાત્રા, પ્રવાસ બધું વર્ષાકાળમાં છોડનાર જીવો વિરાધનાથી તો બચે જ છે, સાથે સાથે તેમના ચિત્તમાં જાગૃત થયેલા આજ્ઞાપાલનના ભાવને કારણે તેમનો આરાધકભાવ પણ વિકાસ પામે છે.
(અષાઢ-૨૦૬૩)