________________
૧૨.
અહિંસા, સંયમ અને તપને જ પોતાનો જીવનધર્મ માનનારા જૈનો માટે તો ચોમાસાના આ દિવસો પુણ્ય - ઉપાર્જનનો અને કર્મ ખપાવવાનો મજાનો અવસર છે. અત્યારે તો આખાયે હિન્દમાં એક યા બીજી રીતે ધર્મકરણીની છોળો ઉછળતી હશે.
વાત પણ સાચી છે. વ્યાપક અશાંતિના આ ભયાનક સમયમાં આપણા જેવા પાપભીરુ મનુષ્યો માટે ધર્મ સિવાય બીજો સહારો પણ શો છે? દેશ અને દુનિયા ભારે વસમા દિવસોમાં ફસાયા છે. એક બાજું મોંઘવારી અને મંદી માઝા મૂકી રહ્યાં છે. તો બીજી બાજુ કારમો દુષ્કાળ તોળાઈ રહ્યો છે. અનાચાર અને પાપાચારોની ઘટમાળ એક વિષચક્રની માફક ચોમેર ઘેરી વળી છે. હિંસા અને ત્રાસવાદ જેવાં અનિષ્ટો મનુષ્ય - સમાજને ઊધઈની માફક કોરી ખાઈ રહ્યાં છે. આ બધું ઓછું હોય તેમ, હવે ધર્મના ક્ષેત્ર તરફથી પણ સમાજને શાંતિના બદલે અશાંતિની ભેટ મળવા લાગી છે. “સૂકા ભેગું લીલું બળે' એ ન્યાયે ઢોંગી ધાર્મિકોના દુરાચારોના છાંટા સાચા અને સદાચારી લોકો પર પણ ઊડી રહ્યા છે. આ સંજોગોમાં આશ્વાસન પામવા માટે તથા ચકરાવે ચડેલા ચિત્તને થાળે પાડવા માટે ધર્મના આશરા સિવાય કોઈ જ માર્ગ કે વિકલ્પ બચ્યો નથી.
કુદરતને બરબાદ કરવાની એક પણ તક માણસે છોડી નથી. છોડે તેમ પણ નથી. કુદરતની બરબાદી સરવાળે આપણી જ બરબાદી હોવાની પૂરી ખાતરી અને ખબર હોવા છતાં, પોતાની તોરીમાં જ જીવતા, અને “આજનો લ્હાવો લીજિયે', “કાલ જે થવાનું હોય તે ભલે થતું. એવી તેમજ “સહુનું થશે તે આપણું થશે એવી ધીઠ અને નફટ વિચારધારામાં રાચતો માણસ રાત-દહાડો એક કરીને કુદરતનું નિકંદન કાઢી રહ્યો છે. કુદરતની બરબાદીને આપણે ત્યાં અધર્મ ગણવામાં આવતો હતો. પણ પાશ્ચાત્ય સંસ્કારો અને શિસ્તની અસરમાં આવીને આપણે ધર્મ - અધર્મના મૂળભૂત ખ્યાલોને વિસારે પાડ્યા, ધર્મને કુદરતથી વિખૂટો પાડીને મંદિરો અને ધર્મસ્થાનોમાં તેમજ પારંપરિક કર્મકાંડોમાં જ સીમિત કરી દીધો, જેને કારણે કુદરતની બરબાદી એટલે અધર્મ એવી પાયાની, સાદી, શાશ્વત સમજણ ખાડે ગઈ, અને એની સાથે જ તમામ ધર્મો એ કર્મકાંડપરસ્ત સંપ્રદાયોમાં ફેરવાઈ ગયા.
કુદરતની, પર્યાવરણની રક્ષા કરે; તેનો નાશ ન થવા દે, તેનું જ નામ ધર્મ વૈશ્વિક ધર્મની આ પ્રચારવિહોણી પણ ભારતીય જનમાનસમાં ઊંડાં સ્વયંભૂ મૂળ ઘાલીને બેઠેલી સમજણ તેમ જ વ્યાખ્યાને કારણે, આ દેશમાં પાંગરેલા પ્રત્યેક ધર્મમાં
ચાતુર્માસ