________________
અણુબોમ્બ સુધી પહોંચાડ્યા, હવે ખોરાકમાં પણ એવો ઉપદ્રવ પેદા કરવા માગે છે, જેના કરતાં મરી જવું સારું એવું કહેવાનો દિવસ આવી શકે. વિજ્ઞાનનો વિરોધ ન હોય, અવનવી શોધો ભલે થતી રહે. પ્રયોગો પણ થતા રહે. વિનોબાજીએ સૂત્ર આપ્યું કે જો સર્વનાશમાંથી બચવું હોય તો વિજ્ઞાન સાથે આત્મજ્ઞાન જાણવું જ પડશે. આવા સત્યાનાશી વિજ્ઞાનની વાતો સાંભળીને તો આવેગમાં કહી બેસાય કે ભલે એકલું આત્મજ્ઞાન રહે, વિજ્ઞાનની કશી જરૂર નથી. વિજ્ઞાનની જરૂર છે, પરંતુ આત્મજ્ઞાનની લગામ વગર એમાં કોઈનું ભલું નથી. સરકાર આવી વિનાશક દિશામાં આગળ વધતી અટકે તે માટે જાગૃત નાગરિકોએ ઉપાયો અજમાવવા જોઈએ. વડોદરાની “જતન' નામની સજીવ ખેતી માટેની મિશનરૂપ સંસ્થાએ આહ્વાન કર્યું છે કે મોટી સંખ્યામાં નાગરિકો વડા પ્રધાનને પત્ર લખીને પોતાનો પ્રતિરોધ વ્યક્ત કરે. આ માટે નમૂનારૂપ પત્રો પણ છપાયા છે. જેના પર મોટા અક્ષરે લખ્યું છે -TAM NO LAB RAT – “હું કાંઈ પ્રયોગશાળાનો ઉંદર નથી જે વાચકોને પ્રેરણા થાય તે આ છાપેલ પત્ર મગાવીને અથવા સ્વતંત્રરૂપે વડા પ્રધાનને પોતાનો વિરોધ અવશ્ય મોકલાવે. “જતન'નું સરનામું છે – વિનોબા આશ્રમ, ગોત્રી, વડોદરા - ૩૯૦૦૦૧ (૦૨૬૫-૨૩૭૧૪૨૯). (લે.મીરાં ભટ્ટ; જન્મભૂમિ-પ્રવાસી'માં પ્રકાશિત લેખ)
ચાતુર્માસ