________________
ચાતુર્માસનો પ્રારંભ થઈ ચૂકયો છે. સર્વત્ર વરસાદ સારો હોવાના હેવાલો છે, જેથી દુકાળનો ભયાનક પ્રકોપ દૂર થવાની આશા બંધાઈ રહી છે. આરાધનાની વર્ષા પણ ઉત્તરોત્તર આનંદજનક હદે વધતી જ રહેતી હશે તેમાં શંકા નથી. ચોમાસું આરંભાય એટલે તપ, ત્યાગ, ધર્મશ્રવણમાં ભરતી આવે. સૌને થાય કે આ થોડા દિવસમાં બને તેટલો ધર્મ કરી લઈએ. એમાં જ પર્યુષણ પર્વ આવી પહોંચે, એટલે ઓર ઉલ્લાસ વધી જાય. ધર્મી-ધર્માનુરાગી જીવો માટે આ દિવસો તપના, ક્રિયાસાધનાના, સુકૃતમાર્ગે ધનવ્યયના બની રહે. જ્યારે કેટલાક જીવો માટે આવા પર્વ દિવસો પણ પોતાના ક્લેશ, સ્વાર્થ અને અહંકારને પોષણ આપવાના નિમિત્તરૂપ બની જાય છે.
આ સંસારમાં આશ્રવ અને સંવર, ધર્મ અને અધર્મ, પુણ્ય અને પાપ - બન્ને મહદંશે સાથે સાથે જ ચાલતાં હોય છે. અમુક ઉત્તમ આલંબનને લઈને મોટાભાગના લોકો આત્મકલ્યાણની સાધના કરતા હોય છે, ત્યારે થોડોક વર્ગ એવો પણ હોવાનો કે જે આવા આલંબનનો ઉપયોગ ક્લેશ-પ્રપંચને માટે કરવા માંડે, પોતાના અહં-મમને બહેકાવવા માટે કરી લે.
આપણે આ જીવન પામ્યા છીએ તે આત્માનું શ્રેય સાધવા માટે પામ્યા છીએ. આવું જીવન પામ્યા પછી, તેને કલેશો અને પ્રપંચોમાં જ વેડફી દઈશું તો આ જીવન તો એળે જશે જ, સાથે ભવાંતર પણ બરબાદ થશે, આત્મા મેલો થશે અને દુર્ગતિની દુઃખમય રઝળપાટ વધી જશે. એટલે જો આપણામાં થોડુંક પણ ડહાપણ હોય તો આરાધના-સાધનાના આ અણમોલ અવસરને બરાબર સાધી લઈને અને આપણું મન તપ-ત્યાગ-ધર્મના રસ્તે કેમ આગળ વધે અને અહંકાર તથા લેશોથી કેમ બચી શકે તે માટેની ચીવટ કેળવી લઈએ.
આપણા જીવનની સૌથી મોટી સાધના અને સૌથી શ્રેષ્ઠ સિદ્ધિ કોઈ હોય તો તે આપણા અહંકાર ઉપર વિજય મેળવવાની છે. બીજી દુન્યવી કોઈપણ સિદ્ધિ અમુક તપ-તપ કરો એટલે મળે, પણ અહંકારની નાબૂદીની સિદ્ધિ તો આત્મલક્ષી અને આત્મસાધક બનીએ તો જ મળે.
એક સાધુને તપસ્યાના પ્રતાપે ઘણી સિદ્ધિઓ સાંપડી. સહજ રીતે જ તેના ચિત્તમાં તેનો ભારે અહંકાર વ્યાપી ગયો. એક નિર્લેપ સંતે તેને બોધ આપવા માટે તેને પૂછયું : આ સામે હાથી જાય છે, આપ આપની સિદ્ધિના બળે તેને
s, a
ચાતુર્માસ