________________
ચોમાસું આવે એટલે બે અનુભવો થાય : એક વરસાદનો અને બીજો આરાધનાનો. આ દિવસો, ઉનાળાની કાળઝાળ ગરમીના દાહક અનુભવ પછી આકાશમાંથી વરસતી શીતલ જલવૃષ્ટિના દિવસો છે. આ વૃષ્ટિ એકતરફ માણસને ઠંડક આપે અને પાણીની અનુકૂળતા કરી આપે, તો બીજી તરફ મૂંગા. જાનવરો માટે ચારા-પાણીની જોગવાઈ કરનારી બને, અને સાથે સાથે આપણા માટે અનાજ પણ સંપડાવી આપે. વરસાદ એક, પણ તેના ફાયદા અનેક. પરંતુ આ ફાયદા જે પ્રદેશમાં વરસાદ પડે, ત્યાં જ સાંપડે. જ્યાં અપૂરતો વરસાદ હોય અથવા અછત કે દુકાળ જેવી સ્થિતિ હોય, ત્યાં તો આમાંનો એકેય ફાયદો ન થાય; બલ્લે બધાંને ટળવળવાનું જ હોય.
આરાધનાની દષ્ટિથી જોઈએ તો તેમાં પણ આવું જ હોય છે. જ્યાં સંઘ અને સમાજ જાગૃત હોય અને આરાધનાની રુચિ ધરાવનારા હોય ત્યાં, આ મોસમમાં, કોઈને કોઈ ગુરુભગવંતોનો યોગ મેળવાયો જ હોય, અને તેઓની વાણીનું પાન અથવા વાણીની અમૃતવૃષ્ટિ થવાના કારણે સંઘમાં બે મહત્ત્વના લાભ પ્રવર્તે : આરાધનાઓ વૃદ્ધિ પામે, ને વિરાધનાઓ ઘટતી જાય. પરંતુ, જે સ્થળોમાં ભાવનાત્મક અથવા તો ધર્મભાવનાની અછત અથવા તો દુકાળ જેવી પરિસ્થિતિ વર્તે છે, ત્યાં તો કોઈ ગુરુભગવંતને આવવાની કે લાવવાની આશા તથા રુચિ જ નથી હોતાં. તેથી ત્યાં વિરાધનાઓની ભરતી જ હંમેશાં આવ્યા કરે, અને આરાધનાનો અવસર ભાગ્યે જ આવે.
આશા રાખવી ગમે કે દરેક આત્માના જીવનમાં આરાધનાની વૃદ્ધિ અને વિરાધનાની હાનિ આ દિવસોમાં હો !
અહીં ચાલી રહેલાં પ્રવચનો તથા તે અંગેના ચિંતન દરમિયાન કેટલાક મુદ્દા સતત હૃદયને સ્પર્શતા તથા ભીંજવતા રહ્યા. જેમ કે...
૧. કોઈનુંય ખરાબ ન કરવું. આપણું બૂરું કરનારનું પણ બૂરું કરવાની વૃત્તિ ન રાખવી. કેમ કે બદલો (વર) લેવો સહેલો છે, પણ આપણું ખરાબ કરનારને ક્ષમા કરવાનું બહુ મુશ્કેલ છે. આપણે આ મુશ્કેલ મનાતું કાર્ય કરીએ, તેમાં જ પ્રભુશાસનની આરાધના છે.
૨. સૌનું કલ્યાણ થાય તેવી ભાવના નિરંતર ભાવવી. ઉપરાંત આપણાથી જેનું જેટલે અંશે ભલું થાય તે ખાસ કરવું. ખાસ કરીને આપણું બૂરું કરનાર હોય
-
-
ચાતુર્માસા