________________
મારી નાખી શકો ? સાધુએ ઉન્માદવશ હાથી સામે નજર નાખી શાપ ઉચ્ચાર્યો. અને તત્ક્ષણ હાથી મૃત્યુ પામી ગયો. સાધુની આંખોમાં ગર્વનો નશો છલકાયો. પણ સંત તો નિર્લેપ ! તેમણે પુનઃ પછયું : હવે આને પુનઃ જીવિત કરી શકો આપ? સાધુએ હા પાડી, અને ક્ષણાર્ધ પૂરતું ત્રાટક કરીને ઉચ્ચાર્યુંઃ ઊભો થઈ જા! એ સાથે જ મૃત હાથી ઉક્યો અને ચાલવા માંડયો. સાધુનો ગર્વ સાતમા આસમાને ! પણ તે જ ક્ષણે પેલા સંતે હળવેકથી પૂછયું : આ મર્યો અને જીવ્યો, એમાં આપને શો લાભ થયો, તે કહી શકશો ? આપની સાધનામાં કે આપના ગુણોમાં કોઈ વૃદ્ધિ થઈ? આપના આત્માની કોઈ ખાસ ઉન્નતિ સધાઈ ખરી? કે પછી માત્ર મિથ્યાભિમાનને બળ મળ્યું? - સાધુની આંખ ખૂલી ગઈ. સંતના પગ પકડી લીધા, અને સિદ્ધિનાં બંધનો ફગાવી આત્મસાધનાના પંથે ચાલી નીકળ્યો એ.
તો સૌથી મોટી સાધના અહં અને મમ ઉપર જીત મેળવવાની સાધના છે. એ સાધના કરી શકાય તે માટે મનુષ્યજીવન, જિનશાસન અને તેમાંયે પર્યુષણ મહાપર્વ જેવાં અદભુત અને અમોઘ સાધનો આપણને પ્રાપ્ત થયાં છે. આ સાધનોનો સમજપૂર્વક પૂરો સદુપયોગ કરીને આપણે આપણાં ક્લેશો - પ્રપંચોને નાબૂદ કરવાની ઊંડી મથામણ કરવા માંડીએ કે જેથી આ જ જન્મમાં આપણે અહંમમના કચરાને બાળી નાખીને આત્મસાધનાના માર્ગે આગેકૂચ માંડી શકીએ.
(શ્રાવણ-૨૦૫૯)