________________
ચોમાસાના આ રૂડા દિવસોમાં તપસ્યા તથા ક્રિયારૂપે તો તમે યથાશક્ય ધર્મધ્યાન કરશો જ તેની ખાતરી છે. પરંતુ તે સાથે સાથે બીજું પણ થોડું કરવાજોગ છે, તે વિશે સૂચવું. આશા રાખું કે, આ વાતો તમને રુચિકર થશે.
• આ ચોમાસાના ૧૨૦ દિવસોમાં રોજ બાંધ્યા પારાની નવકાર મંત્રની ૧૦ માળા તમે વ્યક્તિગત રૂપે અથવા આખો પરિવાર મળીને પણ ગણજો. પાંચ સભ્યો મળીને બે બે માળા કરે તો ૧૦ થઈ જાય. સમય હોય તે વધુ ગણે. • આ ચોમાસા દરમિયાન રોજ નવી એક ગાથા કરવાનું રાખજો. વધુ કરવાની છૂટ. પણ છેવટે એક તો થવી જ જોઈએ. “નથી ચડતું' નું બહાનું ન કાઢવું. એ આત્માને છેતરવાની વાત માત્ર હોય છે. તમે ૩૦ મિનિટ ફક્ત પુસ્તક લઈને ગાથા કરવા બધું ત્યજીને બેસજો. તે પછી ન થાય તો છૂટ. પણ રોજ અર્ધો કલાક ગોખવું જ. ચાર મહિના નિત્ય ૧ સામાયિક કરવાનું ઠરાવજો. વિશેષ કારણે એકાદવાર ન થઈ શકે તો આગળ પાછળ વાળી અપાય. પણ કરજો જરૂર. સામાયિકમાં ગાથા, સ્વાધ્યાય, ચિંતન, માળા વ. કાંઈપણ કરી શકાય. • નિત્ય અર્ધો કલાક સદ્વાચન કરજો. સંસ્કાર તથા સદાચારને પોષે તેવું કાંઈ ને કાંઈ વાંચજો . કુસંસ્કાર કે દુર્ગુણને પોષ-પ્રેરે તેવું વાંચન છાંડીને આ પ્રકારનું વાંચવાનું ગોઠવજો. ઘણો ઘણો લાભ થશે. • ચાર માસ દરમિયાન બને તેટલો વાહનોનો ઉપયોગ ટાળજો. વાત વાતમાં જે સ્કૂટર, બસ, ઑટોનો ઉપયોગ કરો છો તે ટાળવા જેવો છે. નાછૂટકે કરવો પડે તેટલી જયણા રાખીને બાકીનો ઉપયોગ ટાળી શકાય. સમય, પૈસા, પેટ્રોલ-ડીઝલ બધાનો બચાવ થશે અને સત્કર્મમાં વધુ મન પરોવી શકાશે. ૦ આ. ૪ માસમાં કોઈની પણ નિંદા કરવાનું કે ઘસાતું બોલવાનું બંધ રાખજો. કાનનું તથા જીભનું મૌન પાળવાની ફરજ પાડજો. ઘણાં પાપો બાંધવાથી બચી જવાશે અને દુર્ગુણો હળવા પડશે. • એક નાનકડી પણ ગમી જાય તેવી વાત : આ અવસરે “જય જિનેન્દ્ર' બોલવાની ખાસ ટેવ પાડજો. કોઈપણ ક્યાંય પણ મળે, ફોન પર મળે, તો પ્રથમ આ શબ્દ બોલાય, પછી જ બીજી વાત કરવી. હાય, હેલો, કેમ છો? વગેરે શબ્દોને જરા આઘાપાછા કરી નાખવા. એ જ રીતે છીંક-બગાસું, ખાંસી-ઓડકાર આવે તે ક્ષણે, ઉંઘમાંથી ઊઠો ત્યારે કે બેઠા હો ને ઊઠો કે ઊભા હો ને બેસો ત્યારે,
ચાતુર્માસ