________________
અને એના જોશમાં કાળાં બજાર તથા ન કરવા યોગ્ય ધંધો કરી નાખો, તો કરેલું ધર્મકૃત્ય વ્યર્થ જાય અને પુણ્ય પાપમાં ફેરવાઈ જાય. એ શ્રાવકો પણ આવી પ્રતિજ્ઞા ખાસ સ્વીકારતા.
આજે તો સાવ ઊલટી રીત જોવા મળે છે. જેમ વધુ ધન ખર્ચાય તેમ પુણ્યનો જબરદસ્ત ઉદય હોવાનું લાગે અને વળી તેવું બોલાય-લખાય-પ્રચારાય. એમાં આગળ-પાછળની અનીતિનો પાપોદય તો કોઈ જ વિસાતમાં નહિ! “પુણ્ય પાપ ઠેલાય' તો ખરું ને? આવી માન્યતા અને આવી રીત આજે ચાલે છે.
સ્વદ્રવ્યનો આગ્રહ અહંકાર વધારનારો છે. ન્યાયંદ્રવ્યનો આગ્રહ પાપભીરુતાને પોષનારો છે.
ન્યાયદ્રવ્ય વડે કરાતા ધર્મકૃત્યના પરિણામે જે આત્મસંતોષ મળશે, તે સ્વદ્રવ્ય દ્વારા થતા ધર્મ થકી કદી નહિ મળે – એ વાત બરાબર સમજી રાખવા જેવી છે.
(જેઠ-૨૦૬૧)
A
ધાર્મિક
|