________________
પ૦
પર્યુષણાપર્વ વહી ગયા. આરાધના અને તપશ્ચર્યા સર્વત્ર ઘણી થઈ. સામૂહિક તપ પણ વ્યાપકપણે બધે થયાં. શાસનનો જયજયકાર થયો એમ લાગે. પણ એક વાત બહુ વિચિત્ર લાગે છે. પર્યુષણાના દિવસો પૂરા થાય કે પછી તરત જ ઉપાશ્રયો ખાલી ખાલી થઈ જાય અને આરાધના સાવ ખોરવાઈ જતી અનુભવાય. જે લોકો પ્રારંભના દોઢ માસમાં આરાધના તથા તપસ્યા આદિ માટે અતિ ઉત્સાહ જોવા મળ્યા હોય તે લોકો પણ, પર્વ વીત્યા પછી, આરાધના કે ઉપાશ્રય સાથે એમને કોઈ જ લેવાદેવા ન હોય તેવી રીતે વર્તતા જોવા મળે. આશ્ચર્ય થાય. સવાલ પણ થાય કે આનું કારણ શું?
આનાં કારણો દેખીતાં જ છે, અને તેને શોધવા માટે બહુ ઊંડા જવું પડે તેમ નથી. છેલ્લા કેટલાક દાયકાઓથી આપણે ત્યાં પ્રલોભન આપીને થતો ધર્મ બહુ બહુ વધ્યો છે. કોઈ પણ તપશ્ચર્યા કરાવવી હોય કે આરાધના કરાવવી હોય, તો પ્રથમથી એલાન થાય કે આ તપમાં કે આ આરાધનામાં જોડાશે તેને આટલી રકમ અથવા સોનાની કે ચાંદીની આ તે ચીજ પ્રભાવના તરીકે આપવામાં આવશે. બહારગામથી આવનારાને એક કે બે વખતનું ભાડું આપવામાં આવશે. આ રકમો હવે તો હજારોમાં હોય છે. ક્યારેક પ્રભાવના ઉપરાંત તીર્થાદિના યાત્રા પ્રવાસ કરાવવાનું પણ પ્રલોભન અપાય છે. ઉપરાંત, સામૂહિક તપશ્ચર્યાઓમાં બધાં બેસણાં-એકાસણાં જમાડવાની લાલચ તો ખરી જ. બલ્ક તેનો પ્રબંધ ન થાય તો તપ કરનારાની સંખ્યા જ ન થાય!
પ્રલોભન અને લાલચની આ પરંપરા એટલી તો વધી છે કે, હવે તેના વિના આરાધના કરાવવાનું લગભગ અશક્ય અને મુશ્કેલ બની ગયું છે. જેની પાસે આ માટેની ક્ષમતા કે જોગવાઈ ન હોય તે સંઘ અને તે સાધુના ચોમાસાં નબળાં જ જવાના!
તપ કરનારનું બહુમાન કરવાનું વિધાન કે માર્ગદર્શન શાસ્ત્રોમાં છે તેમા ના નહિ, પણ પ્રલોભન આપીને તપ કરાવવાનું ક્યાંય જણાવ્યું નથી, તે પણ એટલું જ સાચું છે, એ ન ભૂલવું જોઈએ. આમાં તો એવું થાય છે કે, એક કે અમુક વ્યક્તિ દાન કરીને પોતાની ધનમૂછ ઉતારે છે, પણ તેની સામે અનેક
અનેક જીવો લાલચુ બનીને પોતાની શ્રેષ્ઠ બની શકે તેવી આરાધનાને થોડીક - રકમ કે જણસ ખાતર વેચી નાખે છે અને આસક્તિ ઘટાડવાને બદલે વધારે છે,
હાસિક