________________
ભાગી છૂટવાની વૃત્તિ, અકારણ ભય તથા સત્સંગ માટેની સહજ અરુચિ - ઘણીવાર આપણને ઉપર બતાવેલાં કારણોનો હાઉ પ્રેરે છે. બાકી વાસ્તવિક અભિગમ કેળવ્યો હોય તો કોઈ મહારાજશ્રી કોઈને આવી વાતો માટે ચોંટી પડતા નથી હોતા.
આવા અકારણ અને સમજવિહોણા ભયો આપણને સત્સંગ અને તે દ્વારા થતા લાભોથી કેટલા બધા વંચિત રાખે છે ! આનાથી જીવનને કેટલું બધું મોટું નુકસાન થઈ જાય! અને આવા હાઉ કે બીકથી બચી જતાં આવડે, અને સત્સંગનો લાભ લેતાં આવડી જાય, તો જીવનમાં કેટલા સુંદર લાભો સાંપડે અને જીવન જીવવાની ચાવી પણ કેટલી અનાયાસે મળી જાય ! એક વાત અંકે કરી લેવી : સાધુના સમાગમમાં આવનારને, જો દષ્ટિ ખુલ્લી/ખીલેલી હોય તો, જીવનોપયોગી લાભ થાય છે, અને થયા વિના નથી જ રહેતો.
(અષાઢ-૨૦૫૪)