________________
પર
ચાતુર્માસના દિવસો આનંદભેર વહી રહ્યા છે. ગૃહસ્થોને તથા વહીવટદારોને મન ચાતુર્માસનું મૂલ્ય થોડીક આવકમાં, થોડીક વાહવાહ અને દેખાવ-દેખાદેખીમાં વળતું હોય તેવું વ્યાપકપણે સર્વત્ર ભલે અનુભવાતું હોય, આપણે તો તેનું વળતર સ્થિરતા, પ્રવચનો અને તે દ્વારા ધર્મબોધ તથા ધર્મ-સ્વાધ્યાય વગેરે રૂપે મજાનું પામીએ છીએ. આ લોકોની તો સ્થિતિ અને પદ્ધતિ જોતાં અનુકંપા જ જન્મે છે, અને મધ્યસ્થભાવે જ તેમને લેવાના રહે છે. એ લોકો રોષ માટે પણ લાયક નથી જણાતા.
૬૪ પ્રકારી પૂજા-વિષયક પ્રવચનો ચાલે છે. કર્મ, તેનાં બંધસ્થાનો (બાંધવાનાં નિમિત્ત-કા૨ણો), તેનો વિપાક, આ બધી બાબતો અત્યંત સરળ અને સંગીતમય પદ્ધતિથી કવિએ આ પૂજાઓમાં સમજાવી છે. તો સાથે સાથે કર્મોના ક્ષય માટે પ્રભુજીની પૂજા-ભક્તિની રીત, પ્રકારો, તેમજ પ્રભુના ગુણોનું કાવ્યમય વર્ણન પણ એટલું અદ્ભુત રીતે કર્યું છે કે આપણું હૃદય પ્રભુમય, ભકિતલીન અને ભાવવિભોર બન્યા વિના ન જ રહે.
ખરેખર તો આ પૂજા ઉપર વિશદ વિવેચન, સ્વાધ્યાય તથા શોધપ્રબંધ લખાય તે બહુ જરૂરી છે. અધ્યયનલક્ષી અનુપ્રેક્ષા થાય તે મહત્ત્વનું. પીએચ.ડી.ની ડીગ્રીને લક્ષીને લખાય તેનો હવે ઝાઝો અર્થ કે મહિમા નહિ.
જેમ જેમ પૂજાનું ગાન અને ચર્વણ થાય છે તેમ તેમ અરિહંત વધુને વધુ વ્હાલા લાગે છે. થાય છે કે, આ જગતમાં ‘અરિહંત'થી વધુ મીઠો કોઈ શબ્દ નથી. એ શબ્દ ઉચ્ચારતાં કે શ્રવણ કરતાં અનાયાસ
-
છે. આવું સુખ બીજી કોઈ બાબતથી મળતું નથી. અને પૂજા-ગાનની સફળતા છે.
ધાર્મિક
સહજ સુખ અનુભવાય આ સુખ મળવું એ જ
અરિહંત અને તેની પૂજાનું આ ગુંજન, હૃદયને દ્વેષ-ખેદ-ભય-ઈર્ષ્યા-ઘૃણાથી મુક્ત બનાવે, અને ચિત્ત વધુ ને વધુ સરળ – ઉદાર - સહનશીલ - ગંભીર બની માર્ગસ્થ બને તેવી અંતરની કામના સાથે.
(આસો-૨૦૬૩)