________________
નથી આવતો. આથી તપ ઘણા કરે, ક્રિયામાં એમાંના થોડાક જ ભાગ લે. એ જ રીતે સમૂહ-જમણમાં જયણા ભાગ્યે જ પળાતી હોય છે. વિવેક તો પ્રાયઃ જળવાતો જ નથી. ઉપાશ્રયમાં જ રસોઈ, તે પણ રાત્રે કે વહેલી સવારે જ થઈ જાય. સાધુ - સાધ્વીજી વ.હોય તો પણ રાતો તથા પારણાંનો પૂરો દિવસ, વાસણના ખખડાટ તથા એઠવાડની અશુચિ તથા ચીકણા થયેલ ઉપાશ્રયના ભાગો, લોકોની ધમાધમ, આ બધામાં જ તેમણે કાઢવાનો. પછી ઉજાગરા, મચ્છરો વ.ને લીધે માંદા પડે તો દવાનો તથા વૈયાવચ્ચનો લાભ લેનારા હોંશીલા ભક્તો જરૂર નીકળે. આવો લાભ ક્યાંથી? એંઠવાડ અને પાણીના અપવ્યયને જોઈને તો એમ જ લાગે કે અહીં ધર્મને કે તપસ્યાને જાણે કશી લેવાદેવા જ નથી ! રાત્રે બનતી ખાદ્ય વસ્તુઓ ન જ વપરાય, એવો આગ્રહ તો જાણે બધાએ પડતો મૂકયો છે! ચાલે, વાંધો નહિ, એ જ વૃત્તિ તથા ઉચ્ચારણો સર્વત્ર હોય છે.
વર્ષીતપ કરનારે મોટી પૂનમોની છઠ ફરજિયાત કરવાના હોય છે.
આપણા પૂર્વજો હજી ર૫-૩૦ વર્ષ પહેલાં સુધી, અને આજે પણ કેટલાકો, એ પ્રમાણે કરે જ છે. પરંતુ હવે તો અમુક છઠને બાદ કરતાં બાકીના ન કરો તો ચાલે – એવી છૂટ પાટ પરથી જ મળતી હોય છે. વર્ષીતપ કરવા છતાં આટલા માટે જો ચલાવી લેવાય તો તે તપ અધૂરું જ ગણાય, એમાં દયા-માયા ન ચાલે.
(૧) વર્ષીતપ જેવી મહાન આરાધના કરનારે બે ટંક પ્રતિક્રમણ સહિતની નિત્ય ક્રિયા અવશ્ય કરવી પડે. તો જ તેમનો તપ લેખે લાગે. ક્રિયાવિહોણા તપની ઝાઝી કિંમત નથી. (૨) વર્ષીતપ કર્મક્ષય માટે જ કરવાનો છે તે વાત જો યાદ રહે તો ખાવાપીવાની તથા સ્વાદવૃત્તિની પરવા કરવાની ન રહે. તપ માટે શરીર માંગે તેટલું મળી જાય તે ગનીમત. પણ તે માટે અજયણા, રાત્રિદોષ, ભક્ષ્યાભઢ્યના વિવેકનો ત્યાગ, આ બધી સ્થિતિ કે ચેષ્ટા ન થાય. (૩) વર્ષીતપ પૂર્ણ કર્યા બાદ જીવનમાં, રાત્રિભોજનનો ત્યાગ, હોટલ, બરફ – આઈસ્ક્રીમ, ઠંડા પીણાં, અભક્ષ્ય તથા બજારૂ ચીજોનો ત્યાગ, આટલું તો અનિવાર્યપણે આવે જ અથવા લાવવું જ જોઈએ. અન્યથા આટલું મહાન તપ કર્યું તે ન કર્યા બરાબર થશે.
આશા રાખીશ કે આ વાંચનાર વ્યકિતઓ ઉપરની વાતો પરથી બોધ લેશે અને આ બધું અવશ્ય આચરણમાં લાવશે.
વૈશાખ-૨૦૬૦)
ધામિક