________________
૪૨
આ વર્ષે આપણું જીવન, રોજિંદી જીવનચર્યા વધુ ને વધુ હિંસામુક્ત અને અહિંસક બને તે માટે પ્રયાસ કરવાના છે. આ માટે કેટલાક પદાર્થોને તમારા ભોજનમાંથી અને સ્વાદ માણવાની ટેવોમાંથી તિલાંજલિ આપવાની છે. દા.ત. કોકાકોલા અને પેપ્સીકોલા તેમજ તે પ્રકારનાં અન્ય ટેસ્ટફૂલ પીણાં માંસાહારી પદાર્થ ધરાવે છે, તેમાં અનેક પ્રકારની જીવાતો પણ હોય છે અને પેસ્ટીસાઈડૂસ - જંતુનાશક ઝેરી રસાયણ દ્રવ્યો પણ ભરપૂર હોય છે, એ વાત હવે તો જગજાહેર હકીકત સિદ્ધ થઈ ચૂકી છે. તેના સેવનથી આપણે ધીમા મોત ભણી ધકેલાઈએ છીએ, અને શરીરમાં અનેક ભયંકર રોગો અવશ્ય થતાં હોય છે. આ વર્ષે સંકલ્પ કરજો કે આવાં જીવહિંસક તથા જીવલેણ પીણાં અમે મોઢે નહિ માંડીએ. આંગણે આવેલા અતિથિ-મિત્રોને તે પીવડાવીશું પણ નહિ. મિત્રોને ખુશ કરવા માટેના અન્ય વિકલ્પો ઘણા છે.
હમણાં એક નવા ન્યૂઝ જોયા. જેનેટિક એજીનિયરીંગની વૈજ્ઞાનિક ઉપલબ્ધિઓના આધારે હવે શાકાહારને જ માંસાહાર બનાવવાનું કાવતરું રચાયું છે. આમાં વિવિધ શાકાહારી પદાર્થોમાં માંસાહારી તત્ત્વો ઉમેરવાનું ગોઠવવામાં આવ્યું છે. દા.ત. ટમાટામાં વાંદા (કોક્રોચ)ના જીન, દૂધી અને કાકડીમાં પણ વાંદાના જીન, લસણ-કાંદામાં માછલીના જીન - આ બધા પ્રાણીજન્ય અંશો વનસ્પતિઓમાં ભરવામાં આવે. પછી તે બન્નેના સંમિશ્રણથી એક હાઈબ્રીડ વનસ્પતિ પેદા થાય જે બરાબર હિંસાજન્ય અને માંસાહારી જ હોય. અમેરિકા, ચીન, જાપાન જેવાં રાષ્ટ્રોની આ દેણગી છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ તેની વાહક છે. યુરોપના દેશોમાં તેનો વિરોધ છે, અને શ્રીલંકાએ તો આવા પદાર્થો પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે. ભારતમાં આ પદાર્થો શાકાહારી પ્રજાના પેટમાં જાય કે જતાં હોય તેની પાકી શક્યતા છે.
અમેરિકાનાં રૂપાળાં સફરજન (સો રૂપિયે કિલો!) જ આરોગવાનો મોહ આપણે ત્યાં વકર્યો છે. કાલે એ જ માર્ગે બધાં શાકભાજી પણ ત્યાંથી કે ત્યાંની પદ્ધતિનાં આવવાનાં જ. એમાં પૈસા તો વધુ જવાના જ, સાથે અનેક જાતનાં પાપો, અને રોગોના ઘર જેવા માંસાહારી પદાર્થો પણ પેટમાં જવાના. પરિણામે ધર્મનો છેદ ઉડશે, શરીર રોગોનું ઘર થશે, પ્રજા નિર્માલ્ય થશે, અને સંસ્કાર, સંસ્કૃતિનો ધબડકો વળશે. મરણોત્તર દુર્ગતિ તો ખરી જ. આ બધાંથી બચવાનો સંકલ્પ કરીને નૂતન વર્ષનો મંગલ પ્રારંભ કરશો તો પત્રો લખવાની અમારી આ મથામણ-મહેનત લેખે લાગી ગણાશે.
(કાર્તિક-૨૦૬૦)
ધાર્મિક