________________
આપણા મહાપુરુષોની કેટલીક શાસ્ત્રાનુસારી અને મહાન ગુરુભગવંતોએ આચરેલી તથા પ્રબોધેલી મર્યાદાઓ સમજવાલાયક છે. એક – બે પ્રાસંગિક બાબતો લઉં
૧. આર્કા નક્ષત્ર બેસે તે દિવસથી કેરીનો ત્યાગ. મોટાભાગે ૨૧ જૂને આર્કા નક્ષત્ર બેસતું હોય છે. તે બેઠા પછી હવામાન અથવા ઋતુચક્રમાં એવું પરિવર્તન આવે કે “કેરી” જેવા ફળમાં ચલિતરસ થઈ જવાની અને તે કારણે ત્રસ જીવો ઉત્પન્ન થવાની, સ્વાદ બેસ્વાદ થવાની વગેરે અનેક સંભાવના રહે છે. આ બધાં કારણોસર આપણાં મહાપુરુષોએ આર્વા બેસે ત્યાંથી લઈને પછીના આવનારા ફાગણ સુદની પૂનમ લગી કાચી તથા પાકી કેરી ખાવાનો નિષેધ કર્યો છે. આમાં એક બાજુથી જીવદયા-જયણાનું પાલન છે, તો બીજી બાજુથી રસત્યાગ અને સ્વાદ ઉપર કાબૂ રાખવાનો પણ આશય જણાય છે. જો કે, અત્યારે તો કેટલાક જીવો ફાગણ માસ સુધી રાહ જોવાની ધીરજ ન હોવાને કારણે કે ગમે તે બહાને કાર્તિક માસથી જ કેરીની છૂટ લેતાં સંભળાય છે તથા જોવા મળે છે. તેમની પાસે એકમાત્ર દલીલ છે કે, “કાર્તિકથી ન ખવાય તેવો શાસ્ત્રમાં નિર્દેશ નથી, માટે લેવાય. આની સામે અમારો એટલો જ જવાબ છે કે શાસ્ત્રમાં નિષેધ ન હોય તો તેની ખબર આપણા મહાન પૂર્વાચાર્યોને હતી. છતાં તેમણે ત્યાગભાવનાને જ પ્રાધાન્ય આપીને પોતે છૂટ ન લીધી અને પરંપરાને છૂટ લેવાની મંજૂરી પણ ન આપી. એથી એ પરંપરા આજ પર્યત યથાવત્ ચાલુ રહી છે. સકલ સંઘમાં એ મર્યાદા પળાતી જ આવી છે. અને મહાપુરુષોની આચારમર્યાદા-આચરણ એ સ્વયં પણ શાસ્ત્રાજ્ઞા સ્વરૂપ ગણાય છે. તેથી સેંકડો વર્ષોથી વર્ષમાં આઠ મહિના કેરી ત્યાગ જે થતો આવ્યો છે – પળાતો આવ્યો છે, તેમાં છૂટ લેવી તે આરાધક ધર્માત્મા માટે ઉચિત નથી. જીભના સ્વાદનું પોષણ કરનારા માટે તો વાત કરવાનો અર્થ જ ન હોય.
૨. આદ્ર બેસે તે પૂર્વે ચોમાસાના ક્ષેત્રમાં પહોંચી જવું. આ મર્યાદા સાધુસાધ્વી માટે છે. અલબત્ત, આનું પાલન બધા સમુદાયોમાં નથી થતું; અમુક જ સમુદાયોમાં આ મર્યાદા રહી છે. વાત એમ છે કે, લગભગ જેઠ માસ શરૂ થાય ત્યારે આકાશમાં વાદળાં થવા માંડે અને, આજનાં દુકાળઘેરાં વર્ષોને બાદ કરતાં, લગભગ વરસાદનો પ્રારંભ પણ થાય જ. પહેલા વરસાદને પ્રભાવે માર્ગો પર અસંખ્ય સંમૂર્ણિમ જીવો - દેડકાં, અળસિયાં તથા તેવા અનેક જીવો વિપુલ ;