________________
ભગવાનના શાસનનો આ શ્રમણ એટલે જીવંત ત્યાગની પ્રતિમા ! શ્રમણ એટલે તપ અને સંયમની સાક્ષાત્ પ્રતિકૃતિ ! શ્રમણ એટલે અહિંસાનો અને કરુણાનો પ્રગટ અવતાર!
અતિવિષમ એવા આ પડતા કાળમાં પણ આપણને આવા તપ-ત્યાગકારુણ્યના ભંડાર એવા શ્રમણોના તેમ જ શ્રમણવેશનાં દર્શન મળ્યાં છે. મળે છે તે, આ પડતા કાળમાં પણ આપણી ચડતી સમાન જ ગણાય.
નૂતન વર્ષના પ્રારંભે મુનિરાજને વંદના કરી મંગલ શરૂઆત કરીએ. (કાર્તક-૨૦૬૧)