________________
૪૦
આ ક્ષેત્ર (મદ્રાસ) તદ્દન દરિયાકાંઠે આવ્યું હોઈ દરિયા ઉપર જ હવામાન અવલંબે. દરિયો રોજ જે સમયે સ્થિર થાય, ઓટમાં હોય ત્યારે ગરમીનો પ્રકોપ માઝા મૂકી દે છે. આ દિવસોમાં અહીં ૪૭° ડિગ્રી સુધી ગરમી રહે છે. એની અકળામણમાં કશું જ કાર્ય કરવાનું મન ન વધે, ન સૂઝે.
આ ઉપરથી એવું તારણ નીકળે છે ગરમી એ નિમિત્ત છે. ગરમી વધે - વધુ અનુભવાય, તેમ પ્રવૃત્તિ મંદ પડતી જાય. અને આ વાત જેટલી ઋતુજન્ય ગરમી પરત્વે સાચી છે, તેટલી જ, જ્ઞાનીઓની દષ્ટિએ, સંસારની ગરમી પરત્વે પણ સાચી છે. આ સંસાર ત્રિવિધ તાપથી ઉકળી રહ્યો છે. એ ઉકળાટની અકળામણ જેમ જેમ તીવ્ર બનતી જાય, તેમ તેમ સંસારની પ્રવૃત્તિ અલ્પ થતી જાય અને નિવૃત્તિ અર્થાત વિરતિનો ધર્મ વધતો જાય. અને જેમ જેમ “વિરતિ' વધતી જાય તેમ તેમ આંતરિક- આત્મિક શાંતિ પણ વધતી જવાની. સંસારના દાહક તાપને શમાવનારું A.C. એટલે વિરતિ, એમ પણ કહી શકાય.
આપણે ત્યાં બે ધર્મમાર્ગ છે. નિવૃત્તિધર્મ અને પ્રવૃત્તિધર્મ. નિવૃત્તિધર્મ એટલે વિરતિધર્મ. અર્થાત્ સામાયિક, પૌષધ અને ચારિત્ર. પ્રવૃત્તિધર્મ એટલે દેરાસર, પ્રતિષ્ઠા, તીર્થયાત્રા વગેરે ધર્મકાર્યો. નિવૃત્તિધર્મમાં આરાધના-આરાધકતા મુખ્ય, તો પ્રવૃત્તિધર્મમાં પ્રભાવના મુખ્ય હોય છે. જ્ઞાનીઓએ જે દોષોને દૂર કરવાનો ઉપદેશ આપ્યો છે, તે દોષોને પરખી પરખીને તેને ટાળવાની મથામણપૂર્વક આત્મગુણોને પ્રગટ-વિકસિત કરવા માટેની પ્રક્રિયા તે આરાધના છે. અને અન્ય જીવોને – મનુષ્યાદિને જિનશાસન પ્રત્યે બહુમાન જગાડે અને તે દ્વારા બોધિબીજ પમાડે તેવી પ્રવૃત્તિનું નામ છે પ્રભાવના.
આરાધના સર્વથા નિરવદ્ય હોય, જ્યારે પ્રભાવનામાં અમુક અંશે સાવદ્યતા હોઈ શકે. માટે જ શાસ્ત્રોમાં શાસનની પ્રભાવના પણ વિધિપૂર્વક કરવાનો ઉપદેશ છે. અને એ “વિધિનો યથાર્થ બોધ યથાર્થ ગીતાર્થ પાસે જ સંભવિત છે. આજકાલ, આપણે ત્યાં ગમે તે પોતાને ગીતાર્થ માને છે અને વિધિ તથા જયણાના દેખીતા તેમજ અક્ષમ્ય ઉલ્લંઘન કરીને શાસનપ્રભાવનાના નામે જે સાવદ્ય પ્રવૃત્તિમાર્ગ પ્રવર્તાવે છે, અથવા તેને સમર્થન આપે છે, તેને કારણે શાસનની પ્રભાવનાની તુલનામાં શાસનની હલના જ વિશેષ થઈ રહી જોવા મળે છે, જે પડતા કાળની જ બલિહારી છે. આવી પ્રભાવનાઓથી શાસનનો