________________
આનાથી અધિક શું જોઈએ?
વિહારયાત્રા આગળ વધી રહી છે. મહારાષ્ટ્રની હદ પૂરી કરીને કર્ણાટક પ્રાંતમાં છીએ, અજાણી ભાષા અને લિપિ, પણ પ્રમાણમાં ભોળીભલી – ગરીબ પ્રજાનો પ્રદેશ. પાણીની કારમી તંગી છે. છતાં સુઘડ રીતે હરિયાળો પ્રદેશ છે. પર્વતો તો સતત સાથે જ હોય છે. મહારાષ્ટ્રની તુલનામાં માંસાહાર ઓછો. ગરીબી વધારે. સમૃદ્ધિ અલ્પ. વિદ્યા અને સાધુ માટે આદર જોવા મળે.
(ચૈત્ર-૨૦૧૮)
વિહારયાત્રા