________________
૧૭.
વિહારયાત્રા રૂડી રીતે ચાલી રહી છે. ભરૂચ, ખંભાત, લીંબડી, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, હળવદ, ભચાઉ થતાં હવે કચ્છમાં પ્રવેશ્યા છીએ. અનેક ક્ષેત્રોની સ્પર્શના પ્રથમવાર જ કરવાની બની છે. નવાં નવાં ક્ષેત્રો, નવનવાં જિનાલયો, નવા નવા સંઘો તથા શ્રાવકો, બધાંનો સંપર્ક ને પરિચય વિહારમાં થયા કર્યો છે. કેટલીક વ્યકિતઓ એવી જોઈ કે જેનો એકેએક શ્વાસ જીવદયા, સાધર્મિક ભક્તિ, માનવરાહત અને આર્ય સંસ્કૃતિની અસલ બુનિયાદોની રક્ષા-આવાં કાર્યોમાં જ વહેતો હોય છે. આવી વ્યક્તિ હોય એકલ-દોકલ, પણ તેનું કામ અજબ હોય, તેની દષ્ટિ અને ચીવટ અદ્દભુત હોય. નામનાથી અને પ્રશંસાની અપેક્ષાથી બિલકુલ પર, પોતાનાં કામોને કર્તવ્યધર્મ ગણીને કર્યા કરવામાં જ મશગૂલ, અને શુદ્ધતાની જ પક્ષપાતી એવી એ વ્યક્તિઓનો પરિચય એ આ યાત્રાનું અણમોલ સંભારણું બની રહેશે.
એમ કહી શકાય કે સૌરાષ્ટ્રની ધરતીમાં જ કાંઈક એવું છે કે અહીં સંત, શૂરવીર અને ખાનદાન લોકોનો મબલખ ફાલ સતત ઊતર્યા જ કરે છે. આ ધરતીના જણમાં ખાનદાની છે, ઇમાન છે, ધર્મભીરુતા છે, સેવાવૃત્તિ છે, અને સંતો તેમજ અતિથિ-અભ્યાગતોની આગતા-સ્વાગતા કે આતિથ્ય કરવાની નિર્મળ અને સ્વયંસ્ફરિત વૃત્તિ છે.
અહીં સાધુ-સંતોને જોતાં જ વંદન કરે, અને એટલેથી જ ન અટકતાં તેમના માટે આહારાદિનું ભાવભીનું આતિથ્ય રચે, અને જો સંતો આતિથ્યનો અસ્વીકાર કરે તો પોતાના પાપનો ઉદય સમજે, એવા લોકો ગામડે - ગામડે જોવા મળે. વિહારમાં આવા અનેક વિવિધ લોકોને સંપર્ક તેમ જ અનુભવ થતો રહે છે. આવા હેતનીતરતાં હૈયાંએ ઘડેલા રોટલામાં જે મહેક અને મીઠપ હોય છે, તે તો શહેરીજનોના પાંચ પકવાનમાં કદાપિ ન જડે!
એક ઘટના યાદ આવે છે, એક ગામડિયા પતિ-પત્ની સડકની ધાર પર આવેલા ખેતરમાં ઝૂંપડું બાંધીને વસે. બંને જણ રોડ-વિભાગના રાહતકાર્યોમાં મજૂરી કરે. પુરુષ માટી ખોદે, સ્ત્રી તગારાં ભરી – ઉપાડીને પાથરી આવે. એક નાનું બાળક, તેની જોળી મોટા વૃક્ષની મજબૂત ડાળે બાંધી દે ને બાળકને તેમાં ઢબૂરી દે. થોડી થોડી વારે સ્ત્રી જોળીમાં જોઈ આવે અને હિંચોળી આવે. સાંજે સ્ત્રી વહેલી ઘરે પહોંચીને રોટલા ઘડે. પુરુષ વેળાસર આવી જાય અને રોટલા
રે છે
જી
*
વિહાવ્યાત્રા
*
'
{ "