________________
આવા છે આપણા દુર્ગુણો. અને તે બધાને આપણે કેવા નિરાંતે પંપાળીએ છીએ ! દુર્ગુણોને પોષવામાં પણ જો આપણને મજા આવતી હોય, તો પછી સદ્ગણોને કયારે તક મળશે? અને તો આપણું જીવન વેડફાશે નહિ?
જીવનને વેડફવું તે પશુ હોવાની નિશાની છે.
દુર્ગુણોને પોષવા તે આપણને માનવતા કરતાં પશુતા વધારે પસંદ છે એવું પુરવાર કરે છે.
આપણે આપણા મનુષ્યજીવનને પશુતામાં ફેરવવાનું પસંદ કરીશું ખરા? વિચારજો .
(વૈશાખ-૨૦૫૪)