________________
ભયાનક હોનારત ગમે ત્યારે આવી શકે છે, ગમે ત્યાં ત્રાટકી શકે છે. આજે અમુક સ્થળોએ આ દુર્ઘટના બની, કાલે તેનું સરનામું આપણે રહેતા હોઈએ તે સ્થળનું પણ હોઈ શકે છે.
આ વાત, આ શક્યતા ધ્યાનમાં લઈને, હવે, પાપની વૃત્તિ ને પ્રવૃત્તિ એકદમ ઘટાડવાની છે. પાપનો ડર હૈયે જગાડી લેવાનો છે. ધર્મની કરણી અને શુભ વિચારો બને તેટલા વધારવાના છે. નવકારમંત્ર અને પરમાત્માના નામનું સ્મરણ કર્યા વિનાની એક પળ પણ ન જાય તેની ચીવટ કેળવવાની છે.
ધર્મ મૃત્યુને અટકાવવા સમર્થ નથી, પરંતુ તે મૃત્યુને કે આવી હોનારતોથી નીપજતી વિટમણાઓને જીરવી જવાનું અને એવે સમયે વિચલિત નહિ થવાનું બળ તો અવશ્ય બક્ષે જ છે.
(ફાગણસ-૨૦૧૭)