________________
૩૫
હમણાં એક મજાની વાર્તા સાંભળવા મળી. એક ગુરુએ દેશમાં એક મોટો આશ્રમ સ્થાપ્યો. તેમાં સાધના, અધ્યયન, કર્મકાંડ વગેરેની અદ્ભુત જોગવાઈ કરી. સાચા સાધકોનો ત્યાં મેળો થવા લાગ્યો. હવે ગુરુ તો હતા ફક્કડ રામ. તેમણે જોયું કે, બધું બરાબર ગોઠવાઈ ગયું છે, એટલે એક ઉત્તમ શિષ્યને તે આશ્રમનો હવાલો સોંપીને તેઓ બાકીના બહોળા શિષ્યવૃંદ સાથે ત્યાંથી નીકળી ગયા. પેલા શિષ્યને બધું ભળાવ્યું અને કહ્યું કે, તને ક્યારેક જરૂર પડે તો સાદ પાઠવજે, તો કોઈને સહાયક તરીકે મોકલીશ. પછી તેઓ નીકળી ગયા, દૂર સુદૂર હિમાલયની પર્વતમાળા બાજુ.
વખતના વહેવા સાથે પેલા શિષ્યનો બોજો બહુ વધી ગયો. તેને થયું કે એકાદ સદ્યોગી હવે અનિવાર્ય છે. તેણે ગુરુજી પર સંદેશો મોકલી આપ્યો. સંદેશો મળતાં જ ગુરુએ ૧૧ શિષ્યોને ત્યાં પહોંચવા આજ્ઞા આપી. બધા ચમક્યાઃ જરૂર એકની છે, અને ગુરુજી ૧૧ ને મોકલે છે? તત્ક્ષણ તો કોઈએ હિંમત ન કરી પૂછવાની, પણ થોડા દિવસ પછી એકવાર ગુરુજીને હળવા મિજાજમાં જોઈ એક જણે પૂછી દીધું : એકને બદલે અગ્યારને કેમ મોકલ્યા? ગુરુ હસ્યા. તેમણે કહ્યું: “જુઓ, અહીંથી આપણો આશ્રમ હજારો ગાઉ દૂર છે. રસ્તામાં પહાડો, નદીનાળાં, અનેક તીર્થો અને આશ્રમો અને શહેરો પણ આવે. વળી રસ્તા પણ વિકટ-દુર્ગમ. ચાલતાં જવાનું એટલે સમય પણ ખાસ્સો જાય. એમાં વરસાદ, ઠંડી વગેરે મોસમો પણ નડે જ. તમને લાગે છે કે, આટલાં બધાં વિઘ્નો અને પ્રલોભનો - બધાંને ઓળંગીને આ બધા આશ્રમ પર પહોંચવાના ? શકય જ નથી. અમુક જણા વિઘ્નોથી કંટાળી જવાના, તો અમુક કોઈ ને કોઈ સાધના કે અન્ય પ્રલોભનમાં લપટાઈ જવાના; ફલતઃ ૧૧માંથી મોટા ભાગના તો ત્યાં પહોંચશે જ નહિ. પહોંચશે એક કે બે જણ. માટે મેં એને બદલે ૧૧ ને મોકલ્યા છે. બધા નહિ તો એક-બે તો પહોંચશે ! જો બેને જ મોકલ્યા હોત તો? તો એકેય ન પહોંચત!' અને ગુરુની દૃષ્ટિ માટે સૌનું માન વધી ગયું.
કથા તો અહીં સમાપ્ત થાય છે. આનો અર્થ-બોધ આપણે તારવીશું? આપણાં શાસ્ત્રોમાં તીર્થકર ભગવાનના પરિવારના આંકડા આવે છે. દા.ત. ભગવાન વીર પરમાત્માને ૧૪ હજાર સાધુ, ૩૬ હજાર સાધ્વી, એક લાખ ને
પ૯ હજાર શ્રાવકો અને ૩ લાખ ને ૧૮ હજાર શ્રાવિકાઓનો પરિવાર હતો. છે. તો શું ભગવાને આટલાને જ બોધ કે ધર્મ પમાડ્યો હશે? આટલાએ જ દેશના
ધાર્મિક