________________
કાળ' હાલ પૂરો થયેલો છે; અને તેના ઉદયથી તેઓએ અત્યારે ન કલ્પી કે ન સહી શકાય તેવી અગણિત ઉપાધિઓ વેઠવાની આવી છે. પરંતુ આવા સંજોગોમાં એ લોકોને જો સારું સૂઝી જાય, અને બૂરાં કાર્યો વ. થી દૂર રહીને સન્માર્ગે વળી જાય, તો તેમની ‘પાપ'ની મૂડી ઝડપભેર ખતમ થતી જશે. અને તેની સામે બંધાતા જતાં શુભ કર્મોના જથ્થાનો ‘અબાધા કાળ' પૂરો થતાંજ, આવતા સમયમાં ભવમાં તેમણે તેના મીઠાં ફળ ચાખવાનો સમય આવશે જ.
• સાર એ કે આપણી અત્યારની તકલીફો વિશે ફરિયાદ કે કકળાટ કરવાનું છોડવું, બીજાનાં દુરાચરણો છતાં તેમને મળતી સફળતા પરત્વે પણ અંજાઈ જતાં કે તેમાંથી પ્રેરણા લઈને ખોટે રસ્તે જતાં અટકવું, અને પૂર્વનાં પાપોની અટકળ કરી તેનો તીવ્ર પસ્તાવો કરી ધર્મ અને સદાચારના પંથે પ્રયત્નપૂર્વક ચાલવું - એ જ શ્રેયસ્કર છે.
(દ્વિ. આસો-૨૦૫૭)