________________
૩૮
હમણાં અહીં ૪૫ આગમપૂજાનો ત્રણ દિવસીય મહોત્સવ થયો. આપણાં અનુષ્ઠાનોમાં ઢોલ-નગારાં-ઝમ અને ઈલેક્ટ્રોનિક વાદ્યોના બળે જે વ્યાપક ધાંધલઘોંઘાટ થાય છે, તેનું બાહ્ય તથા અત્યંતર પ્રદૂષણ અવર્ણનીય, બલ્ક ખતરનાક હોય છે. જ્યાં જઈને શાંત થવાનું કે શીતલતા પામવાની છે, ત્યાં જઈને જ ભયજનક કોલાહલ કરવો; અને જે અનુષ્ઠાન કરીને પરમાત્મતત્ત્વની નિટ હોવાનો અહેસાસ પામવાનો છે, તે અનુષ્ઠાનોને ત્રાસદાયક-અશુદ્ધ - અવિધિમય કોલાહલનાં માધ્યમ બનાવી દેવાં, આ કામ માત્ર અને માત્ર આપણે – જૈનોએ - જ કર્યું છે. ઘોંઘાટને અનુષ્ઠાનનો દરજ્જો બીજા એક પણ ધર્મમાં કે ધર્મસ્થાનમાં મળ્યો કે મળતો નથી. હા, ક્લબો તથા જાહેર સભાગૃહોમાં આવું થાય છે. શું આપણે આપણાં ધર્મસ્થાનોને આપણા અજુગતા વર્તાવ થકી ક્લબો સાથે સરખાવાય તેવાં થવા દઈશું?
હા, તો અહીં જે પૂજાઓ ત્રણ દહાડા ભણાઈ, તે શુદ્ધ પ્રણાલિકાગત વાજિંત્રો, પરંપરાગત દેશી ઢાળો તથા શાસ્ત્રીય સંગીતનું ગાન - આ બેના સહારે જ ભણાઈ. કોઈ ઘોંઘાટ નહિ, પ્રદૂષણમાં ફેરવાઈ જતો કોલાહલ કે અવાજ નહિ, કર્કશ - કઠોર વાતાવરણ નહિ. ખૂબ પ્રસન્ન, શ્રવણમધુર અને કોમળ કોમળ વાતાવરણ એવું રચાયું કે, સેંકડો વૃદ્ધો-યુવાનો-ભાઈ બહેનોએ આ પૂજાઓ મન ભરીને સાંભળી, ગાઈ, અને કાંઈક ખોવાયેલું પાછું મેળવ્યાનો આનંદ અનુભવ્યો. સૌના મોંમાં હતું કે કાયમ આપણે ત્યાં હોહાવાળું જ સાંભળવું પડે છે, તે કરતાં આવું સાંભળવા મળે તો સારું. સૌને શ્રીજિનાગમોનો સાક્ષાત્કાર અને પરિચય મળ્યો, અને તેના વર્ષમાં સૌએ મન મૂકીને આગમોની પૂજા પણ કરી. લગભગ એક કિલોગ્રામ જેટલું સોનું એકત્ર થયું. અને તેનો ઉપયોગ શ્રાવકજીવનના એક મહત્ત્વના કર્તવ્યરૂપ “આગમલેખન - આગમ લખાવવામાં કરવાનું ઠર્યું. આપણા શ્રાવકોને - તમને – દેરાસરમાં અને પ્રતિમા ભરાવવા વ.માં જેટલો રસ અને ઉત્સાહ છે, તેમાંનો એક અંશ જેટલોય રસ આગમ શાસ્ત્ર લખાવવા વ.માં નથી. પણ યાદ રાખવું કે, મન્નત જિણાણ આણે ની સજઝાયમાં વર્ણવ્યું છે તેમાં પુWયલિહણ” - પુસ્તક લખાવવું એ પણ શાસનની ખૂબ આવશ્યક અને અગત્યની આરાધના છે. બધા જ થોડું ધન આ માટે ફાળવે તો સમૂહ થકી આવું આગમલેખન થઈ શકે. આગમો છે તો સંઘ છે, શાસન છે, સુકૃતનાં કાર્યો છે. જો આગમો ગૌણ થશે તો આ બધાયનું અસ્તિત્વ પણ જોખમાશે.
ત્રણ દિવસના પૂજામહોત્સવમાં સંગીતકાર કિરીટભાઈએ મધુર અને
Roછે
ધાર્મિક