________________
• કોઈ પણ પ્રકારની અનુકૂળતા પુણ્ય વડે જ સાંપડે. અને તમામ જાતની પ્રતિકૂળતા પાપોદયે જ સંભવે. “પુણ્ય પૂર્વ કાળે કે પૂર્વ ભવે કરેલા ધર્માચરણનું પરિણામ ગણાય. એ જ રીતે પૂર્વના અધર્માચરણનું પરિણામ “પાપ” ગણાય.
• માત્ર પુણ્યાનુબંધી પુણ્ય' ને બાદ કરતાં, મોટા ભાગના પુણ્ય'ની – પુણ્યોદયની તાસીર એવી છે કે, જે ભલભલાને પાપને-આડે રવાડે જ ચડાવે, અને પુણ્યના મદમાં ઉન્મત્ત બનાવી, તેના ઓઠે ખોટાં કામ જ કરાવે. પાપોદયનું આનાથી વિપરીત જાણવું. “પાપાનુબંધી પાપ'ને બાદ કરતાં શેષ પાપોદયની તાસીર એવી જણાય છે કે તે દુઃખથી વ્યાકુળ જીવને સન્માર્ગે અને સદાચરણ તેમ જ ધર્મારાધન પ્રતિ દોરી જાય, ઘણે ભાગે.
• કર્મનો કાનૂન એવો છે કે, શુભ કે અશુભ - કોઈ પણ કર્મ તમે બાંધી લ્યો, તે પછી તે તરત જ ભોગવવાનું નથી હોતું. તે કર્મની જેવી – જેટલી સ્થિતિ બાંધી હોય તેના હિસાબે તે બાંધેલા કર્મનો એક ચોક્કસ મુદતનો “અબાધા કાળ' નક્કી થાય છે. અર્થાત્, જે તે શુભાશુભ કર્મ બાંધ્યા પછી તે કર્મ અમુક ચોક્કસ સમયગાળા સુધી ભોગવવાનું નહિ, પણ તે ગાળો એટલે કે “અબાધા કાળ' પૂરો થયા બાદ જ તે કર્મ ઉદયમાં આવે અને ભોગવવું પડે.
• જે લોકો અત્યારે ખૂબ સુખી છે, બધીજ રીતે જેમની ઉન્નતિ તથા ઉત્કર્ષ થતાં દેખાય છે, અને સાથે સાથે એ લોકો ખતરનાક હવે દુષ્ટતા અને દુરાચરણો વગેરેનું છડેચોક કે ભરપૂર સેવન કરતા હોવા છતાં તેમના પુણ્યને કારણે તેમની તે વાતો પણ સદાચાર અને શિષ્ટતામાં ખપે છે; આવા લોકોની આ પ્રતિષ્ઠાનો અર્થ એટલે જ કે એમણે અગાઉ ઉપાર્જન કરેલા “પુણ્ય' (શુભ) કર્મનો “અબાધા કાળ' અત્યારે પૂરો થયેલો છે, અને તેનાં મીઠાં ફળ ચાખીને તેઓને થયેલો ઉન્માદ,તેમની પાસે દુષ્ટતાનાં કાર્યો નિર્વિઘ્નતાથી અને સફાઈ ભરેલી સફળતાથી કરાવે છે. પરંતુ, તેઓ આ રીતે વર્તીને ખરેખર તો પોતાની પુષ્પાઈની મૂડીને આડેધડ ખરચી-વેડફી જ રહ્યા છે, અને વધુમાં તે પુણ્યાઈનો ગેરઉપયોગ કરીને ભયંકર પાપો નવા બાંધી રહ્યા છે; જેનુ ત્રાસદાયક પરિણામ તેઓએ આવતા સમયમાં કે ભવોમાં, તે કર્મોનો “અબાધા કાળ” પૂરો થતાં જ ભોગવવાનાં આવશે.
• અને આ જ પ્રમાણે, જેઓ અત્યારે અત્યંત યાતનામય, વિનોથી - નડતરથી ઉભરાતું અને તેથી વાતે વાતે ઉદ્વેગપૂર્ણ જીવન જીવે છે, તેમની તે સ્થિતિનું રહસ્ય એ છે કે તેમણે પૂર્વે બાંધેલા પાપ' (અશુભ) કર્મનો “અબાધા
ધાર્મિક