________________
ગયા વખતના પત્રના અનુસંધાનમાં કેટલીક વિચારણા તથા વાતો કરવી છે. આ વખતે તાજેતરમાં કેટલીક અજુગતી ઘટનાઓ એવી બની કે જે જાણ્યા પછી હૈયું ભારે કષ્ટ અનુભવ્યા કરે છે. બહુ જ ટૂંકમાં તે વિશે ઈશારા આપું
૧. પાલીતાણા જેવા તીર્થક્ષેત્રમાં વર્ષોથી સ્થિરવાસ રહેલાં એક વૃદ્ધ સાધ્વી મ.નો સામાન, તે સ્થાનમાં કાયમ આવનારા જૈન (?) યાત્રાળુઓએ રોડ પર ફેંકી દઈને ઘરડાં સાધ્વીઓને ધક્કો મારી કાઢી મૂક્યાં. રાત પડતી હોઈ અધિકૃત સંસ્થા પાસે નવો આશરો લેવા જતાં ત્યાંથી પણ જાકારો મળ્યો. વૃદ્ધ સાધ્વી મ.ને થયું કે, મારા કારણે જ આ કષ્ટ ? આ હીલના? તેમણે વ્યગ્ર થઈને વિષભક્ષણ કર્યું, અને દેહ ત્યજી દીધો.
૨. શંખેશ્વરજી જેવા તીર્થમાં એક જૈન (?) આદમીએ ૭૫ વર્ષની વયનાં સાધ્વી મ.ને “વેશ્યા' જેવા હલકા શબ્દોથી નવાજી ધક્કા, તમાચા માર્યા, કપડાં ફાડ્યાં, પછાડ્યાં, પાતરાં તોડ્યાં, ૬૫-૬૫ ઠાણાનું આવા જ હીન શબ્દોથી અપમાન કર્યું. પછી કોઈ સંઘો/શ્રાવકો તેને શિખામણ આપવા ગયા, તો ગુંડા ભેગા કરીને હથિયારો બતાવી ખતમ કરી નાખવાની ધમકી આપી. કોઈ કાંઈ જ ન કરી શકયું. એ આદમી બિન્ધાસ્ત ફરે છે, ત્યાં જ.
અછાજતાં આળ, કલંક અને આરોપ આપવાના બનાવો તો ઘણા બધા અનુભવવા મળે છે. એક જ બનાવ ટાંકું:
એક દીકરી. બચપણથી ઘરનો પ્રેમ ન મળ્યો. લાગણી – ભૂખને લીધે અન્યત્ર વળી. વાસનાવિહીન લાગણીના જ વ્યવહાર. તો તેના જ ઘરનાએ તેના પર કુમળી વયથી જ બદચલન હોવાનો આક્ષેપ મૂક્યો. વર્ષો સુધી આ વહેમી રસમ ચાલતી રહી. દીકરી કંટાળી, આપઘાત કરવા ભાગી. પુણ્યોદયે ગુરુ મ.નો યોગ મળી ગયો. સમજાવી, વાળી ને સંયમમાર્ગ આપ્યો. દુઃખમય જીવન સુખમાં ફેરવાયું, વર્ષો વહ્યાં.
બન્યું એવું કે પોતાનાં ગુરુની માંદગીની સારવાર અર્થે પોતાનો પરિવાર રહેતો તે ક્ષેત્રમાં જવાનો યોગ આવ્યો. પરિચિત ગૃહસ્થ ભક્તિવશ બધો ભોગ આપીને સારવાર સુપેરે કરાવી. એમાં ગુરુ-શિષ્યા બન્નેના પૂર્વ-સ્વજનોને પેલી ભોગ આપનાર વ્યક્તિ સાથે ન જેવાં કારણોથી વાંધો પડ્યો. પરિણામે તે સ્વજનોએ મળીને સ્ટોરી ઘડી કાઢી કે આ સાધ્વી અને આ વ્યક્તિને આડો વ્યવહાર છે,