________________
લોકો સ્વીકારતા નથી. આથી સાધુ તરફ જોવાની દષ્ટિ બદલાઈ જાય છે. સાધુ કોઈની વાત (વિનંતિ) ન સ્વીકારે, તો તે “અક્કડ ગણાય, કોઈવાર કોઈને અકળાઈને જવાબ આપે, તો તે “ક્રોધી'માં ખપી જાય, કોઈવાર સકારણ પણ કાંઈ કામ ચીંધે, તો તે “પૈસા માગનાર' કહેવાય. કોઈવાર કોઈ વાત | વસ્તુ ચલાવી ન લે, તો તે “ભારરૂપ” અને “સમતાવિહોણા” મનાય.
આ જ રીતે, પક્ષાપક્ષીના અને મારા-તારાના આ કલુષિત સમયમાં, કોઈ વિરોધી કે દ્વેષી જણ, સાધુ-સાધ્વી પર કદીક ચોરીનો આક્ષેપ મૂકે, ક્યારેક બદચારિત્ર્યની શંકા ઊભી કરે – વહેતી મૂકે; ન બની હોય તેવી ઘટમાળો સર્જી આપે અથવા જે ઘટના જે સ્વરૂપે અને જે સંજોગોમાં બની હોય તેનો અવળો અર્થ ઊભો કરીને તે ઘટનાનો ઉપયોગ નિર્દોષ સાધુ-સાધ્વીને કલંકિત કરવા માટે કરે, આવું આવું આજકાલ ઘણું ઘણું બને છે. આવું બને એ વેઠવાનું સાધુજીવનમાં બહું કઠિન હોય છે, અને એથીયે વધુ તો, આવું કરનારની વાતને, માત્ર હલકા રસને કારણે, લોકો સાચી માને, ચગાવે અને વળી સાચી ન માનતા હોય તો પેલાને અટકાવવાની પણ તસ્દી ન લેતાં સાધુને જ સમતા જાળવવાની હિતશિક્ષા આપે – આ બહુ બહુ કઠિન હોય છે.
પરિણામે, હું એવા તારણ પર આવ્યો છું કે, પોતાની આંતરિક નિર્દોષતા અકબંધ રાખીને, પછી દૈવયોગે ઘરના માણસો કે સમાજ તરફથી આવી પડતી, બદનામીને જે શાંતભાવે, બદલાની કે વૈરની વૃત્તિ વિના, સહન કરી જાણે તે સાધુ. આ અર્થમાં કહી શકાય કે, “આ કાળમાં સાધુ થનારા મહાન.”
ખરી વાત તો એ છે કે, જેણે સાધના કરવી છે અને લોકસંપર્ક તોડવો છે, એને માટે તો આ પ્રકારની બદનામી કે, અપકીર્તિ બહુ ઉપકારક થઈ પડે. એક કથા છે કે, રાજા ભર્તુહરિ અને રાજા ગોપીચંદ બન્ને રાજ્ય છોડીને યોગી થયા પછી એક ઉદ્યાનમાં બેય ભેગા થઈ ગયા. બન્ને જ્ઞાની, બન્ને સાધક, એટલે તત્ત્વની છોળો ઉછળે. નગરમાં વાત પ્રસરી, એટલે લોકો ઉમટ્યા. કેડો ન છોડે. પરિણામે બન્નેની સાધના ચૂંથાય. એક દહાડો બન્નેએ કારસો રચ્યો. લોકોની ભીડ એકત્ર થવા માંડી ત્યારે બન્ને જણે એક સૂકા રોટલા માટે કજિયો શરૂ કર્યો. રોટલો કોનો' એ મુદ્દે બેય એવા ઝઘડ્યા, એવા ઝઘડ્યા કે ચીપિયા લઈને એકમેકને મારવા સુધી પહોંચી ગયા. લોકો તો આ જોઈને ડઘાઈ જ ગયા. ગુસપુસ ચાલુ થઈ કે આપણે ધારેલું કે આ જેવા જ્ઞાની છે તેવા ત્યાગી પણ છે. પણ આ બે તો એક સૂકા રોટલા માટે બાઝે છે ! આવો મોહ ! આવો ક્રોધ !
છે
કે
* ૧૮૮