________________
૩૧
હમણાં કેટલાક વખતથી સાધુજીવન વિશે ચિંતન ચાલે છે. અમારો વિહાર તથા ગોચરી પાણીની સુવિધા-દુવિધા, ગરમી અને તાપની પ્રચંડતામાંયે પંખા જેવાં સાધનો નહિ, આવું થોડુંક નજરે ચડે તેવું જોઈ, જાણીને ઘણાનાં મોંમાથી આદરભર્યો “અરે કારો નીકળી જતો હોય છે; “અમે આવું કઠિન જીવન એક દહાડા પૂરતું પણ ન સહી શકીએ એવું પણ ઘણા બોલતાં હોય છે.
હું વિચારું છું કે, શું ખરેખર આવી બાહ્ય સામાન્ય તકલીફોને કારણે જ સાધુજીવન કઠિન છે? પૂર્વના મહામુનિરાજો જે તપ, ત્યાગ કરતા અને કષ્ટો, સંકટો વેઠતા, તેની સામે અમારું આજનું સાધુજીવન તો અત્યંત સુખ ને સુવિધાભર્યું છે. જે થોડુંઘણું પણ કષ્ટ છે, તે તો પેલા મહામુનિઓની ભૂમિકાએ પહોંચવા માટે બાળમંદિર કે જુનિયર કે.જી. જેવું જ. અને આમ પણ કટ વિના ઈષ્ટ ક્યાંથી મળશે?
મારી માન્યતા એવી છે કે સાધુપદ પાળવું એ આવા બાહ્ય કષ્ટોને લીધે કઠિન છે એવું નથી. પરંતુ સાધુજીવનમાં, પારકા અને વધુ તો પોતીકા-આપણા લોકો/સમાજ તરફથી, જે માનસિક પીડા આપવામાં આવે છે, તે બહુ કઠિન હોય છે. ભૂખ, તરસ, ટાઢ, તડકો, માંદગી બધું જ સહન થઈ શકે, કેમ કે એમ કરવામાં સહનશક્તિની કસોટી ઉપરાંત કર્મનિર્જરાનો લાભલોભ પણ હોય છે. પરંતુ સાધુ (કે સાધ્વી) પ્રત્યે આજના સમાજમાં એક જાતનું અણગમાનું - અરુચિનું જે વાતાવરણ વધ્યું છે, અને દરેક સાધુ (કે સાધ્વી) ભારરૂપ છે, ગુનેગાર છે, શંકાસ્પદ છે, ખરાબ સ્વભાવના છે – આ જાતની દૃષ્ટિથી જ જોવાની અને વિચારવાની જે પ્રથા વ્યાપક બની છે, તેમજ કાંઈ પણ ખોટું કે પછી “માની લીધેલું ખોટું બને, અને તેનો પ્રત્યક્ષ કે પરોક્ષ સંબંધ કોઈ મહારાજ સાથે હોય, તો “હલકું લોહી હવાલદારનું એ ન્યાયે બધો જ ટોપલો મહારાજને માથે ઢોળી દેવાની જે વૃત્તિ વકરતી જાય છે, તે સહન કરવું આજના સાધુજન માટે બહુ મોટો પડકાર છે.
દીક્ષાના આપણે ત્યાં બહુ જબરા ઉત્સવો થાય છે. પણ દીક્ષા પછી લોકો એમ જ માને છે કે, “આ તો તરી ગયા, હવે એ ભગવાન જેવા થઈ ગયા; ફલતઃ સાધુ થનાર માણસ પણ એક મનુષ્ય જ છે, અને તેથી તે પણ માનવસુલભ ભૂલ કરી શકે, ગુસ્સાનો કે અન્ય તેવા દોષનો ભોગ પણ બની શકે – આ વાત
ધાર્મિક