________________
એમનામાં ને આપણામાં ફેર શું તો પછી ? અને આવા પાસે સાંભળેલા ઉપદેશનો અર્થ શો? ચાલો ચાલો, ઘરભેગાં થઈ જાવ. ગણતરીની જ પળોમાં એ આખો વિસ્તાર નિર્જન !
બધા જ ગયા તેની ખાતરી પડતાં જ બેય સાધકોએ રોટલો ને ચીપિયા પડતા મૂક્યા અને પ્રેમથી પરસ્પર ભેટીને કહ્યું કે, હાશ, હવે આખા ગામમાં આપણે બદનામ થઈ ગયા હવે આપણને કોઈ નહિ પજવે, આપણે નિરાંતે સાધના અને જ્ઞાનગોષ્ઠિ કરી શકીશું.
સાર એટલો કે જેને સાધનામાં આગળ વધે છે, તેણે ગમે તે પ્રકારની બદનામી કે અપકીર્તિને આશીર્વાદ ગણીને ચાલવું. નિન્દા કરે સો પરમ ઉપકારી - એ સૂત્ર જ સાધુની સહનવૃત્તિ અને સમતાને વિકસાવી આપે, એ વાત ભૂલવા જેવી નહીં જ. ધર્મ વધારજોપાપ ઘટાડજો.
(જેઠ-૨૦૧૭)
ધામિક