________________
કરી શકીએ, તો આવો ભવ ફરી ફરી મળવાની શક્યતા સો ટકા વધી જાય. અને જો આજે જેમ તેને વેડફ્યે જઈએ છીએ તેજ રીતે વેડફ્યે જઈએ, તો આવું ઉત્તમ અને બુદ્ધિમત્તાભર્યું જીવન ફરી ફરી મળવું કેવળ અશક્ય જ સમજવું.
માટે જ આપણા જ્ઞાની ભગવંતો આપણને વારંવાર સમજાવતાં રહે છે કે દુર્લભ એવા આ જીવનને વેડફો નહિ, તેનો સદુપયોગ કરો અને સફળ બનાવો. નિષ્ફળ જિંદગી એટલે દુર્ગતિ.
સફળ જીવન એ જ સતિ.
આપણું લક્ષ્ય સદ્ગતિ જ હોય, દુર્ગતિ કદી નહિ.
(ચૈત્ર-૨૦૫૪)