________________
અગાઉ એક પત્રમાં એક પ્રશ્ન છેડેલો કે મૂર્તિપૂજા ન કરીએ તો ન ચાલે? અને જે જૈન બંધુઓ મૂર્તિપૂજામાં માનતા નથી તેમનું કલ્યાણ નહિ થાય શું?
આજે આ મુદ્દા પર જરાક વિમર્શ કરી લઈએ.
આપણે ત્યાં જ્ઞાનીઓએ એક વાત બહુ સ્પષ્ટ સમજાવી છે કે પ્રત્યેક વ્યક્તિએ પોતાની ભૂમિકાને પરખીને તેને અનુરૂપ હોય તેવી જ સાધના કરવી. પોતાની આંતરિક ભૂમિકાને ઓળખી ન શકે, અને કોઈકની અમુક પ્રકારની વાતોમાં તણાઈ જઈને તે ભૂમિકાથી ઊંચી અથવા જુદી જ વાત/સાધના/પ્રક્રિયાને વળગી પડે તો તે વ્યક્તિની સ્થિતિ જતે દહાડે શ્રદ્ધાભ્રષ્ટ, માર્ગશ્રુત અને વ્યામૂઢ જેવી થઈ શકે છે.
આપણે ત્યાં બે પ્રકારની ભૂમિકા બનાવવામાં આવી છે. સાલંબન અને નિરાલંબન. જેને પ્રતિમા, છબી અને તે પ્રકારના અનેકવિધ અન્યાન્ય આલંબનોમાં જ આનંદ આવે છે, તેમાં જ તેમનું મન ઠરે છે તથા કાંઈક પ્રાપ્તિ અનુભવે છે, તેવા જીવો સાલંબન ભૂમિકાના જીવો હોય છે. આ લોકો પાસેથી જો એમનું આલંબન છીનવી લેવામાં આવે, તો તેઓ કાં તો મૂંઝાઈ જાય અને પછી પોતાની ભૂમિકાને બિનઅનુરૂપ ભૂમિકામાં જોડાઈને એવી તો મૂઢતામાં ખૂંપી જાય કે વ્યાજ લેવા જતાં મૂળ મૂડી ગુમાવી જ બેસે.
બીજગણિતમાં જવા માટે પાયામાં અંકગણિતનું જ્ઞાન હોવું જેમ અનિવાર્ય છે, તેમ નિરાલંબનની નિશ્ચયાત્મક ભૂમિકામાં જવા માટે આલંબનની વ્યવહારાત્મક ભૂમિકામાંથી પસાર થવું પણ એટલું જ અનિવાર્ય છે. દ્રવ્ય એ કારણ છે, ભાવ તે કાર્ય. કારણ વિના જ કાર્ય સિદ્ધ કરવાની વાત કરે તે માટી વિના જ ઘડો પેદા કરવાની વાત કરે છે એમ માનવું. દ્રવ્યપૂજા વિના ભાવપૂજા કદી ન આવે. મૂર્તિપૂજા એ દ્રવ્યપૂજા છે. આલંબન છે. તેના ટેકે ટેકે જ ધીમે ધીમે, જ્ઞાની ગુરુઓની દોરવણી પ્રમાણે નિરાલંબન ભાવપૂજામાં પહોંચી શકાય. એટલે મૂર્તિપૂજા વિના ચાલે જ નહિ.
બીજો મુદ્દો એ છે કે, મૂર્તિપૂજામાં જે લોકો નથી માનતા તેમનું કલ્યાણ કદી નહિ થાય?
આનો જવાબ એ છે કે, મૂર્તિપૂજા ન કરવી એ એક વાત છે અને મૂર્તિપૂજામાં ન માનવું એ બીજી વાત છે. મૂર્તિપૂજા નહિ કરનારો તરી શકે છે, પણ તેમાં
ધાર્મિક
/
6
2