________________
આજના વિષમ સમયમાં દુર્ગુણો થકી આપણને બચાવી શકે તેવી કોઈ એક ચીજ હોય તો તે સત્સંગ છે. સદ્ગુણો પણ જો સહેલાઈથી મેળવવા હોય કે વિકસાવવા હોય તો તેનો સાચો ઈલાજ પણ સત્સંગ જ છે.
સત્સંગ એટલે સાધુ-સમાગમ. સાધુભગવંતોનો તેમ જ સપુરુષોનો સમાગમ જેને ગમી ગયો તેના જીવનમાં હલકી બાબતોની આપોઆપ બાદબાકી થઈ જ જવાની. હલકાઈઓ તેને જ ફાવે, જેને સાધુ-સમાગમ ગમ્યો ન હોય. અને સાધુનો સમાગમ પણ ન ગમે તેનાથી મોટું દુર્ભાગ્ય શું હોય?
જયાં સત્સંગ, ત્યાં બૂરાઈ અસંભવિત. સત્સંગ લાધે, તેના જીવનમાં બૂરાઈઓ ન હટે તે પણ અસંભવિત.
સત્સંગ ન ગમે તે માણસ ભાગ્યે જ સર્જન હશે. ઘણા માણસો એવા જોવા મળે છે જે સાધુથી કે સત્સંગથી દૂર ભાગતા રહે છે. આવા માણસો પોતાના જીવનમાં તો અવગુણો વડે પાયમાલ થતા જાય છે, સાથે સાથે બીજાઓને અને સમાજને માટે પણ મોટી આફતરૂપ બની રહે છે. જેને સત્સંગ ગમ્યો હોય તેણે આવી આફતોથી વેગળા રહેવું તે જ શ્રેયસ્કર ગણાય.
જૈનેતર સમાજમાં એવું વ્યાપકપણે જોવા મળે છે કે, તેમના ધર્મના કોઈ સાધુ-સંત મંદિરમાં આવ્યા હોય તો ઘણા લોકો તેમનો સત્સંગ કરવા અને ભજન કીર્તન માટે અવશ્ય જાય. એથી ઊલટું, જૈન સંઘોમાં ઘણા ભાગે આજે એવું જોવા મળે છે કે, સાધુભગવંત ઉપાશ્રયમાં આવ્યા હોય, અને જો એ અજાણ્યા કે વણઓળખીતા હોય, તો તેમને મોં દેખાડવા પણ કોઈ ન જાય. લોકો વિચારે કે ટ્રસ્ટીઓની ફરજ છે, જશે; તો વહીવટદારો માને કે આપણે શું નિસબત, જેને રસ હશે તે જશે. આવું વલણ આપણા સંઘોમાં તથા સમાજમાં વ્યાપક બનતું જોવામાં આવે છે.
હમણાં જ એક મુનિરાજ મળ્યા. પરિચિત હતા. વાત નીકળી કે તમે .... ગામમાં ચોમાસા માટે ના કેમ પાડી? આશા તો આપી હતી ને ! ત્યારે તેમણે બહુ જ નિખાલસપણે કહ્યું કે, “દોઢેક વર્ષ પહેલાં વિહાર કરતા ત્યાં જવાનું બન્યું, ત્યારે કોઈ કહેતાં કોઈને સામું જોવાની કે શાતા પૂછવાની પણ ફુરસદ ન મળે ! સાધુ પ્રત્યે આટલી બધી ઉપેક્ષા કે અરુચિ હોય અને સામાન્ય ભક્તિનું કે આવશ્યક્તાની પૂર્તિ માટેનું પણ વલણ ન હોય, ત્યાં જઈને શું લાભ ?
ધામિક