________________
વિહારમાં કોઈ ક્ષેત્રમાં કાંઈ પ્રયોજન પડે તેમ હતું. તો બધા એકબીજા પર ઢોળીને છૂટી ગયા! આવા ક્ષેત્રમાં મન કેમ વધે?’
આવું સાંભળ્યા પછી કોઈને તેવા ક્ષેત્ર માટે ભલામણ કરવાનું પણ ટાળવું
પડે.
વાત સત્સંગની છે, સાધુ જાણીતા કે અજાણ્યા - ગમે તે સાધુ આપણાં ત્યાં પધારે ત્યારે તેમની પાસે વંદને જવું, શાતા પૂછવાથી માંડીને તેમની સામાન્ય આવશ્યક્તા વગેરે અંગે પૂછવું, તથા શક્ય સેવા બજાવવી, અને પછી તેમનો સત્સંગ કરવા દ્વારા તેમનો લાભ લેવો - એ તો શ્રાવક જીવનનું પરમ અનિવાર્ય જરૂરી કર્તવ્ય ગણાય. આમાં થોડીક પણ સેવાનો લાભ મળી જાય, તો મહાપુણ્યનો સંચય થાય, અને તેમના સત્સંગ થકી કાંઈક સાંભળવા - જાણવા કે શીખવા મળે, તો જીવનની કોઈક બૂરાઈ દૂર થાય અને સદ્ગુણ કે સારી વાત સાંપડી જાય. આ બધો લાભ કાંઈ જેવો તેવો નથી.
એટલે, દરેક ભાવિક આત્માને પ્રેરણા છે કે, હવે પછી કોઈ પણ ભગવંતો પધારે તો અવશ્ય અને પહેલાં તેમની પાસે જજો, વંદના-શાતાદિનો ધર્મ બજાવજો, શક્ય સેવાનો લાભ લેજો, અને નાનકડી પણ સારી વાત શીખજો; અને એ રીતે તમે તમારા ગુરુઓના ઉપદેશને તથા તમારા જીવનને સફળ બનાવજો. સત્સંગથી ડરતા નહીં જ.
(જેઠ-૨૦૫૪)