________________
કરવું રહે.
અને આ બધીય બાબતોનો પાયો રોપવા માટે સૌ કોઈએ ધાર્મિક પાઠશાળા'માં જવું જ જોઈએ. પોતે પણ જાય, પોતાના પરિવારના સભ્યોને તથા દરેક બાળકને અવશ્ય મોકલે જ. પાઠશાળાએ જવું, એ શરમની નહિ, ગૌરવની બીના ગણાવી જોઈએ. સૂત્રો આવડવાં, જાહેરમાં જરૂરી પ્રસંગે બોલવાં, તે આનંદદાયક બાબત બનવી જોઈએ.
જો આટલું થઈ શકે, તો તમે જૈન છો તે પ્રમાણિત થઈ શકશે, તો તમે જૈન સંઘની સેવા બજાવી હોવાનો સંતોષ પણ લઈ શકશો, અને તો તમારો સૌનો આ ભવ તેમજ પરભવ પણ સુખમય-શાંતિમય બની શકશે
(આસો-૨૦૫૪)