________________
અગાઉના બન્ને પત્રોમાં મનુષ્યભવ કેવો દુર્લભ છે તે મુદ્દો ચર્ચેલો. હજી પણ એ મુદ્દા પરત્વે જ વાતો કરવી જોઈએ એમ લાગે છે. કેમકે ગમે તેટલાં દષ્ટાંતો અને યુક્તિઓ આપવામાં આવે તો પણ આ મુદ્દો સ્પષ્ટ સમજાય, ને આપણા ગળે ઊતરે તે જરા મુશ્કેલ બાબત છે. અને તેથી જ આપણે આવા દુર્લભ જીવનને વાપરવાને બદલે ગમે તેમ વેડયે જ જઈએ છીએ. જો એકવાર સમજાઈ જાય કે આ ભવ મહાદુર્લભ અને તેથી અતિકીમતી છે, તો પછી એ આ રીતે વેડફાય તો નહીં જ ભવની દુર્લભતા એક દષ્ટાંતથી સમજવાનો પ્રયત્ન કરીએ.
એક અગાધ મહાસાગર છે. તેમાં લાકડાનું એક ચકરડું તણાતું તરતું વહી રહ્યું છે. ઘણા આરાવાળું પૈડું ગોળ છે અને વળી તેમાં વચ્ચોવચ્ચ મોટું છિદ્રબાકું પણ છે. હવે બીજી તરફ, એ દરિયામાં જ એક મહાકાય કાચબો પણ કરી રહ્યો છે. એને દર સો વર્ષે એકવાર શ્વાસ લેવાની જરૂર પડે છે. તેથી તે સો વર્ષે એક વખત પાણીની સપાટી ઉપર આવે અને મોં પાણીની બહાર કાઢે, શ્વાસ લે અને તરત પાણીમાં ઊતરી જાય. એનું આયુષ્ય ઘણું લાંબુ છે. અને સો-સો વર્ષે શ્વાસ લેવાનો આ ક્રમ હમેશાં ચાલ્યા જ કરે છે.
એમાં એકવાર એવી યોજના થઈ કે પેલો કાચબો તરતો તરતો બરાબર પેલા ચકરડાની નીચે ગોઠવાઈ ગયો, અને એ જ પળે તેને શ્વાસ લેવાનો સમય પણ થઈ ગયો. તેણે મોં બહાર કાઢયું, તો તેનું મોં પેલા ચકરડાના બાકોરા વાટે થઈને બહાર નીકળ્યું, તેણે ઊંડો શ્વાસ લીધો, અને બીજી જ પળે તે અંદર સરી ગયો. એ જ વખતે પાણીની એક જોરાવર થપાટ પડી અને પેલું ચકરડું ઊડીને દૂર દૂર ફંગોળાઈ પડયું. હવે તે જુદી દિશામાં વહે છે, અને કાચબો બીજી દિશામાં. બન્નેને ભેગાં થવાની આ અફાટ સાગરમાં કોઈ જ શક્યતા હવે રહી નહિ. આમ છતાં....
જાણકારો કહે છે કે, લાખ્ખો વર્ષ દરમ્યાન ફરી કોઈવાર એ કાચબો અને પેલું ચકરડું એક બિંદુ પર આવી જાય તેવી શક્યતા સાવ નકારી ન શકાય. પરંતુ અફાટ ભવસાગરમાં એકવાર મળી ગયેલો આ માનવભવ આપણને ફરીથી મળી જાય તેવી કોઈ જ શક્યતા છે જ નહિ.
જો આ દુર્લભ જીવનને જાળવી જાણીએ, તેનો પૂરો અને યોગ્ય સદુપયોગ
ધાર્મિક