________________
થાય, તે ખાતર જ થતી હોય છે. જેણે જેણે આ સિદ્ધાંતનો સ્વીકાર કર્યો, તે તે રાજયોમાં, તે સિદ્ધાંતનો કેવો અને કેટલો ભંગ થયો છે, તે તો નજીકના ભૂતકાળની કે પછી આપણી નજર સામેની જ વાત છે. વાસ્તવમાં તો આવા સિદ્ધાંતના ઓઠા હેઠળ મનુષ્ય-સમાજનું તેમજ પ્રકૃતિનું ભરપેટ શોષણ જ થયું
વૃક્ષો કપાયાં. જંગલો ખતમ થયાં. પર્વતોનાં અસ્તિત્વ જોખમાયાં. વન્ય તેમજ અન્ય મૂંગા પ્રાણીઓ કતલનો તથા ભોજનનો વિષય બન્યાં. જેને લીધે ધરતીનાં હીર ચૂસાયાં. ધરતીમાંથી પાણી ખેંચી લેવાયાથી ભૂસ્તરીય ઉથલપાથલોની અને તેથી ધરતીકંપોની સંભાવના વધી. નદીઓનાં પાણી જ નહી, રેતી પણ મનુષ્ય શોષી લીધી! આકાશ-અવકાશને પણ આપણે ક્યાં છોડ્યું છે. હવે બાકી રહેલા કહેવાતા ચંદ્ર, મંગળ વગેરે ગ્રહોને પણ આપણા શોષણનો વિષય બનાવવા લીધા છે ! પ્રકૃતિનું એક પણ અંગ બાકી મૂક્યું નથી, મૂકવાનું નથી, અને છતાં આપણાં સમાજમાં પર્યાવરણ બચાવો” નું શિક્ષણ તો હવે જોરશોરથી અપાવા માંડ્યું છે! દુર્ભાગ્યે, સદીઓથી પર્યાવરણને ભગવાન માનીને પૂજનારો ભારતીય સમાજ પણ પ્રકૃતિના આ સંહારથી બાકાત નથી રહ્યો હવે!
પણ મનુષ્ય દ્વારા થયેલા અને થતા આ પ્રકૃતિ-સંહારના પરિણામો આજે આપણી સામે છે. કેટકેટલી હોનારતો! અને એક એક હોનારતમાં કેટલો ભીષણ નરસંહાર! સહન ન થઈ શકે અને બુદ્ધિ બહેર મારી જાય તેવી દુર્ઘટનાનો ઉપરાછાપરી ઘટવા માંડી છે!
આ ઘટનાઓને અટકાવી ન શકાય? આવી દુર્ઘટનાઓથી આપણી જાતને અને માનવ જાતને બચાવી ન શકાય ? – સંવેદનશીલ હૈયામાં આવા સવાલો જાગે છે. હમણાં જ એક સુવાક્ય નજરે ચડેલું “એક યુગના અન્યાયની બધી જવાબદારી પછીના યુગને અચૂક સ્વીકારવી જ પડતી હોય છે. પણ અહીં તો એવું બન્યું છે કે આપણા જ યુગના અનર્થોની, પ્રકૃતિને કરેલા અન્યાયોની જવાબદારી આપણા યુગને જ લેવાની, ના, વેઠવાની આવી છે. કુદરતનો ન્યાય આટલો બધો ઝડપી હશે તે તો કલ્પના પણ નથી થતી. પણ ઝડપી ન્યાય મળવા માંડ્યો છે તે હકીકત છે. આ ન્યાય એટલે કારમી હોનારતો અને એ રીતે થતો નરસંહાર ! આને રોકી ન શકાય? જવાબ મળે છે. જરૂર આ બધું રોકી શકાય. આ જગતમાં કશું જ અશક્ય નથી. જરૂર છે માત્ર ઇચ્છાશક્તિની. સાત્વિક આત્માઓની સાત્ત્વિક ઈચ્છા હોય તો પ્રકૃતિ પણ તેને સાથ આપે અને ધાર્યા
પ્રાર્થના