________________
પજવતાં રહેવું તેવી રીતમાં જ નિષ્ણાત હોય.
બીજા એ કે કોઈ ગમે તેટલો ત્રાસ કે સંતાપ આપે તોય ખમી ખાય - હસતાં હસતાં. પોતાનો ગમે તેટલો લાભ કોઈ ઉઠાવી જાય અને પોતાને નુકસાનીના ખાડામાં નાખે, હેરાન કરે, બદનામ કે બેઇજ્જત કરે, તો પણ તે બધું ગળી જાય, જતું કરે, અને બદલો લેવાની લેશમાત્ર પણ ઇચ્છા ન રાખે; બીજાના ભલામાં જ પોતાનું સુખ સમજે; કોઈ દ્વારા છેતરાઈને અને પોતાની કોઈ છેતરી રહ્યું છે તેની સમજણ હોવા છતાં તે રીત છેતરાવામાં જ મોજ માને, પણ સામાને છેતરે નહિ.
બન્ને પ્રકારના મનુષ્યો સર્વત્ર ફેલાયેલા જ હોય છે. માત્ર પ્રથમ પ્રકારના લોકો, આપણી પણ તે પ્રકારની મલિનતાને કારણે, તરત ઓળખાઈ જાય કે જડી જાય છે. જ્યારે બીજા પ્રકારના લોકો, વિપુલ સંખ્યામાં ઉપલબ્ધ હોવા છતાં, એમને આપણે શોધવા પડતા હોય છે, એ શોધ્યા વિના જડતા નથી.
સવાલ એક જ આપણો સમાવેશ કયા પ્રકારમાં છે? પ્રથમમાં કે બીજામાં?
પ્રથમ પ્રકારથી બચવા ઇચ્છનારા અને બીજા પ્રકારમાં સમાવેશ ચાહનારા માણસે એક સૂત્ર જીવનમાં વણી લેવું પડેઃ
હું બીજાથી છેતરાઈશ ખરો, પણ કોઈનેય છેતરીશ નહિ.” આ સૂત્રને જીવી જાણીએ, તો આપણે ફાવી જવાના – એમાં બે મત નહિ.
(મહા-૨૦૬૧)
મો.
- વિહારમાળા
વિહામ્યાત્રા