________________
ઉપકારક નીવડે છે તે તો સ્વીકારવું જ પડે.
નવાં નવાં ક્ષેત્રો તથા ગૃહસ્થોનો પરિચય થાય, નવનવાં તીર્થો, ચૈત્યોની યાત્રા થાય, ધર્મનાં તથા સંસ્કારસિંચનનાં કાર્યો થાય, લોકોપકારક થાય, આરોગ્ય તથા સ્વાસ્થ્ય જળવાય, બંધિયારપણાંમાંથી મુક્ત થવાનો આનંદ અનુભવાય, આવાં અનેક પ્રયોજનો વિહાર દ્વારા સહેજે સાધી શકાય.
અને આ બધી વાતોના પરિપ્રેક્ષ્યમાં વિચાર કરવામાં આવે, તો સમજાય છે કે તીર્થંકરોનો આપણા જેવા સામાન્ય આત્માઓ પ્રત્યે કેટલો બધો અગાધઅમાપ ઉપકાર છે! મુનિજીવનની પ્રત્યેક સ્થિતિ તે જિનેશ્વરોના ઉપકારસ્વરૂપ છે. એ માર્ગે ચાલીએ તો પણ તેમના ઉપકારને કારણે જ : ‘મોટો પ્રભુનો ઉપકાર.'
આ બાબત નિરંતર યાદ રાખીએ, એના પર ઊંડું ચિંતન કરીએ, અને આવા ઉપકારચિંતન વડે નિજને ભાવિત કરીએ એ જ ભાવના.
(માગશર-૨૦૬૧)