________________
૧૦૦
૧૧
આ તમિલભાષી પ્રદેશમાં અથવા તો સમગ્ર દક્ષિણમાં સામાન્ય પ્રજામાં ભોળપણ, ધર્મભીરુતા અને ઉદ્યમ આટલાં વાનાં ખાસ જોવા મળે. ગમે તે મુદ્દે આ પ્રજાને ધારો તેમ દોરી શકાય એટલું ભોળપણ. ખ્રિસ્તી મિશનરીઓ, માટે જ, આ પ્રજામાં બહુ ફાવે છે. ઠેરઠેર સ્કૂલો અને ચર્ચો ઊભાં કર્યે જ જાય છે, અને ધર્માન્તરણની દુષ્પ્રવૃત્તિ ગુપચુપ છતાં પૂરજોશમાં ફાલેફૂલે જાય છે. બે ત્રણ દાયકા પછી એક દિવસ એવો હશે કે હિન્દુસ્તાનમાં હિન્દુઓ લઘુમતીનો દરજ્જો ભોગવતાં હશે, અને તે વખતે ‘હિન્દુ' સહિતની જે પણ લઘુમતીઓ હશે તેમણે ખ્રિસ્તી તેમજ મુસ્લિમ બહુમતીની કૃપા ઉપર નભવાનું રહેશે. ધર્મ અને જ્ઞાતિના નામે વિવિધ સમાજોને ‘લઘુમતી’નું ગૌરવ બક્ષીને અંદર અંદર કાયમી વિવાદ અને જુદાઈ સર્જવાં એ આજની મતઆધારિત લોકશાહીની કૂટનીતિ છે. આ ભેદ આપણો સમાજ સમજવા - સ્વીકારવા તૈયાર નથી, અને જ્યારે ખરેખર સમજાશે ત્યારે ઘણું મોડું હશે.
આ પ્રજા ધર્મભીરુ પણ અતિશય. મંદિરો ખૂબ બાંધે. મંદિર કે સાધુસંન્યાસી નજરે પડ્યા નથી કે પ્રણામની ચેષ્ટા કરી નથી. લગભગ વહેમની કક્ષાએ આ રીત જોવા મળે. ધર્મના નામે માનતાઓ માનવી અને તે મુજબ પશુબલિ પોતાના ઈષ્ટ દેવ-દેવીના મંદિરે ચડાવવો તે સાવ સામાન્ય ગણાય. કેટલીય બાબતો જેવી કે, ખેતીમાં બરકત થશે - સારો પાક થશે તો, વેપારમાં ધાર્યો નફો થશે તો, કરજ-મુકત થઈશ તો, તબિયત સારી હશે તો, છોકરો કે સંતાન થશે તો વળગાડ મટે તો, વગેરે નિમિત્તે પશુનો ભોગ ધરવાની બાધા રાખે. એક બે નહિ, ઘણીવાર તો સેંકડો અને હજારો પશુઓની દેવપૂજાના નામે મંદિર સમક્ષ કતલ કરે. એક માહિતી મુજબ ઇદમાં મુસ્લિમો દ્વારા થતી હિંસા કરતાં પણ હિન્દુ લોકો દ્વારા થતી પશુબલિની હિંસાનો આંકડો મોટો છે. તમિલનાડુ-સ૨કા૨ે હમણાં જૂના કાયદાને જીવતો કરીને પશુબલિ પર પ્રતિબંધ લાઘો, ત્યારે આ ધર્મશ્રદ્ધાળુ વર્ગ હાઈકોર્ટમાં ગયો અને સ્ટે લઈ આવી પશુવધ ગૌરવપૂર્વક ચાલુ રાખ્યો. ચીફ જસ્ટીસે પણ આવા ધાર્મિક લાગણી દૂભવતા હુકમ બદલ સરકારને ઠપકો આપ્યો!
આ પ્રદેશના લોકો પોતાના ઘર-દુકાન-ધંધા પર કોઈની નજર વ. ન લાગે તે માટે રોજ અથવા નિશ્ચિત દિવસે કોળું વધેરે. કોળાનો વેપાર આ તરફ ખૂબ. કોળાને એક ઠેકાણેથી કાપી તેમાં લાલ કંકુ ભરી દે, પછી પેક કરી દે. સવારે
વિહારયાત્રા