________________
આવી રીતે અમારી યાત્રા થઈ. અને આ પ્રદેશની વ્યાપક હિંસાભરી દશા નજરે નિહાળ્યા પછી, હવે વધુ જોવાની હામ-હિમત પણ રહી નથી. કેવાંયે પાપ કર્યા હોય ત્યારે, ભગવાનના માર્ગના સાધુ થયા પછી પણ, આવું આવું જોવાનો વારો આવે.
હિંસાનાં ઘણાં કારણો પૈકી એક કારણ ગરીબી પણ હશે તેમ લાગે. જો કે આ પ્રજા કંઈ બહુ ગરીબ નથી. બલ્બ ખૂબ મહેનતુ છે. સવારે ચાર વાગે તો આખું ગામ જાગી જ ગયું હોય, કામે લાગ્યું હોય. આંગણે પાણી છાંટવાનું જ, તે પર રંગોળી કરવાની જ, આ નિત્યનિયમ. પીવાના પાણીની ભલે અછત હોય, ઢોળવા તો જોઈએ જ. નહિ તો વહેમ થાય. હરિયાળી પણ પુષ્કળ છતાં દુકાળ - પાણી અંગે વરતાય ખરો. તો ગરીબીને લીધે પણ હિંસાચારને આજીવિકાનું સાધન બનાવાતું હોય તો શક્ય ખરું. ગરીબીનો સૌથી વિશેષ લાભ મિશનરીઓ ઉઠાવે છે. તેમ પણ લાગે. ચર્ચ અને ખ્રિસ્તી સ્કૂલોમાં ખૂબ ગૂપચૂપ ઠંડે કલેજે ધર્માન્તરણની પ્રવૃત્તિ સતત ચાલતી હોય તેવો અંદાજ કોઈપણ કાઢી શકે. ખ્રિસ્તી ને મુસ્લિમ એ બેની બહુલતા હોય, અને એમના ધર્મની દષ્ટિએ પણ, હિંસાચારને પાપ કે અયોગ્ય ગણવાની તો વાત જ ન આવે. એટલે ધર્મ તરફથી પણ હિંસાચારને લીલી ઝંડી મળી રહે જ. ખેર, આ બધી વાતો માત્ર વિહારના અનુભવના વર્ણન રૂપે નોંધી છે. આપણે તો આપણાં પરમાત્માએ સર્વકલ્યાણકારણનો માર્ગ આપણને આપ્યો છે, તેને વફાદારપણે વળગી રહીને આપણાં જૈનત્વને દીપાવીએ તેમાં જ આપણી સાર્થકતા છે તે યાદ રાખવાનું છે.
(વૈશાખ-૨૦૫૯)
વિહાયાત્રા