________________
ભવોમાં દુર્ગતિથી બચવાનું રૂડું આયોજન પણ થઈ શકે.
સવાલ એટલો જ થાય કે, આપણે થાક્યા છીએ ખરા? જો ખરેખર થાક્યા હોઈએ તો આપણને (૧) જૈન શાસન પ્રત્યે ઊંડો અહોભાવ થવો જોઈએ, (૨) તો ભગવાનની વાતો આપણાં હૈયાંને સ્પર્શી જવી જોઈએ, (૩) તો આપણાં વિચાર-વાણી-વર્તનમાંથી અયોગ્ય વ્યવહારો ઘટી જવા જોઈએ, (૪) તો આપણાં અહંકાર, જૂઠ, કૂડકપટ, ઈર્ષ્યા - દ્વેષ, નિંદાકુથલી, પારકી પંચાત તથા બીજાના દોષ જોયા કરવાની ટેવ, મોહની ઘેલછા, આવાં બધાં વાનાં આપમેળે ઓછાં અને સાવ નાબૂદ થવાં જોઈએ, (૫) તો આપણને સત્સંગ, સદાચરણ, સદ્વાંચન, સારું શ્રવણ - આ બધી વાતોમાં રસ જાગી જવો જોઈએ. આ બધું બનવું તે ભવભ્રમણનો થાક લાગ્યાની નિશાની છે. જેનામાં આવું કંઈ નથી બનતું, તેને હજી થાક લાગ્યો નથી તેમ નક્કી માનવું. અને થાક ન લાગે તેને માટે રઝળપાટ અર્થાત્ દુર્ગતિ-દુર્મતિ સિવાય કોઈ વિકલ્પ બચતો જ નથી.
મનુષ્ય ભવ અને તેમાં પણ તીર્થકરોનું શાસન મેળવ્યા પછી, દેવ-ગુરુનો સત્સંગ પામ્યા પછી પણ, જેમને ઉપરોક્ત બાબતો હજી રુચી કે રુચતી નથી, ખરેખર તો સમજાતી નથી, તેવા જીવોએ પોતાની ખાસ ચિંતા કરવાની છે. બીજાની ચિંતાઓ તો ઘણી કરી, પોતાની પણ શારીરિક અને આર્થિક વગેરે પ્રકારની ચિંતા ઘણી – ઘણો વખત કરી. પોતાના આત્માની ચિંતા કદાચ જરાપણ નથી કરી, અને એ ચિંતા નહિ જાગે ત્યાં સુધી આ કિંમતી ભવ વ્યર્થ જ બની રહેવાનો.
મનુષ્યભવને સફળ બનાવવો હોય તો “ધર્મ કરવો - એવી સમજણ આપણે ત્યાં અપાતી હોય છે. એનું અનુસરણ પણ વ્યાપકપણે થતું જોવા મળે જ છે. ધર્મ આરાધવાથી કર્મક્ષય થાય એમાં બેમત નથી. છતાં આજકાલ ધર્મ કરીને પણ કર્મ બાંધતા જીવો જોવા મળે છે, તે વિચિત્ર વાત છે. ચોખવટ કરું
આજકાલ આપણા સમાજમાં બે પ્રકારનો ધર્મ થતો જોવા મળે છે. આરાધનાનો ધર્મ અને બીજો વહીવટનો ધર્મ. આમાં જે લોકો આરાધનાનો ધર્મ કરે છે તેમને ફાળે તો કર્મક્ષય જ છે તે નિઃશંક વાત છે. કેમ કે તેમનું લક્ષ્ય જ તે હોય છે અને તેથી તે રીતે જ તે લોકો ધર્મ આરાધતા હોય છે. પરંતુ જે લોકો વહીવટનો ધર્મ કરે છે, તેમની મુસીબત એ છે કે, તેઓ જ્યારે વહીવટી ધર્મમાં દાખલ થાય છે ત્યારે તો તે દ્વારા પુણ્ય વધારવાની અને આત્માનું હિત સાધવાની જ મનમાં ભાવના હોય છે. પણ જેમ જેમ તેઓ તે વાતમાં આગળ વધતા જાય
વિહારયાત્રા