________________
આ પ્રદેશ કન્નડભાષી પ્રદેશ છે. ભાષાની મુશ્કેલી વારંવાર નડે. જૈનો મહદંશે મારવાડી જ છે. તેમની સાથે મુખ્યત્વે હિન્દીમાં વ્યવહાર કરવો રહે. ગરમી, પાણીની કારમી અછત, ખુલ્લી ગટરો અને મચ્છર, વિજળીની ખેંચ-આ બધી બાબતો અહીં પણ ત્યાંના જેવી જ અનુભવવા મળે. ઘણીવાર તો લાગે કે ભારતની વિવિધતામાં એકતા' તો આ બધી વાતોમાં જ રહી છે.
કર્ણાટક, તમિળનાડુ, આંધ, કેરલ – આ તમામ રાજ્યોની ભાષા પણ જુદી અને લિપિ પણ જુદી જુદી. કશું જ સરખું નહીં. હિન્દી અહીં ન જ ચાલે - અસ્પૃશ્ય ભાષા ગણાય. આ ભાષા-લિપિઓ શીખવાનું પણ જરા ય સહેલું નહિ. પરિણામે પરાયાપણું કે અતડાપણું ખાસું લાગ્યા કરે.
આ બાજુ ગામોગામ “મઠ ઘણા જોવા મળે. મઠમાં મંદિર હોય, ને મઠાધીશ સંન્યાસી “સ્વામી' હોય. તેનો પ્રભાવ સ્થાનિક પ્રજા પર ગાઢ હોય. પ્રજાને પૂરી આસ્થા હોય.
ગુજરાત-અમદાવાદમાં હજી હિંસાત્મક રમખાણો ચાલુ જ છે, તે વાતે અત્યંત ગ્લાનિ થઈ આવે છે. શાંતિની ઝંખના રહે છે. પરંતુ તે ઝંખના બર આવવાનું કદાચ આકાશી ગ્રહોના હાથમાં હશે તેમ લાગે છે હવે. ભગવાનની કૃપા હવે વરસે તો સારું.
“ધર્મના નામે જ માણસો અને કોમો લડે છે,” “ધર્મે કર્યું તેટલું નુકસાન કોઈએ નથી કર્યું.” - આવી વાતો હમણાં ખૂબ થાય છે. અને વળી જોરશોરથી થાય છે. બુદ્ધિજીવી મનાતા અજ્ઞાની લોકો જ આવી વાત કરી શકે. પણ આજે તો “કૂવે ભાંગ પડી છે. કોને અજ્ઞાની માનવા? છતાં આ મુદ્દે એક બે વાતો કહેવી જોઈએ
૧. જૈન ધર્મ અને જૈન સમાજ - આ બે એ ક્યારે પણ “ધર્મના નામે બહાને કારણ કે પરિણામે યુદ્ધ છેડ્યાં હોય, હિંસા અને હુલ્લડો કર્યા હોય તેવું કદી બન્યું નથી. હા,જૈનોએજૈિન ધર્મે સહન જરૂર કર્યું છે, કદીક સ્વબચાવમાં સામનો કરવો પડ્યો હોય તો પણ બનવાજોગ છે. પરંતુ જૈનોએ લડાઈ તો નથી જ કરી. હિંસાચારના આ યુગમાં, અહિંસા અને શાંતિનું આચરણ શીખવાડવા